Detail Gujarati - ગુજરાતી માહિતી અને સમાચાર: NRIને ભારતીય શેરબજારમાં રોકાણ કરવાની મંજૂરી આપવા FMને રજૂઆત

NRIને ભારતીય શેરબજારમાં રોકાણ કરવાની મંજૂરી આપવા FMને રજૂઆત


ન્યુયોર્ક : પ્રવાસી ભારતીયોની એક સંસ્થાએ ભારતના નાણાંમંત્રી નિર્મલા સીતારમણને બિન-નિવાસી ભારતીયો (એનઆરઆઇ) અને ઓવરસીઝ સિટીઝન ઓફ ઇન્ડિયા (ઓસીઆઇ) કાર્ડધારકોને ભારતીય શેરબજારમાં રોકાણ કરવાની મંજૂરી આપવા વિનંતી કરી હતી.

સંસ્થાએ નાણામંત્રીને ડબલ ટેક્સ એવોઇડન્સ એગ્રીમેન્ટ (ડીએટીટી)નુ વિસ્તરણ કરવા પણ આગ્રહ કર્યો છે, જેથી ભારતમાં કર (ભરેલી) આવક પર (કેટલાક નિયંત્રણો સાથે) અમેરિકામાં ટેક્સ ચૂકવવાથી બચી શકાય. વધુમાં સામાજિક સુરક્ષા મામલે પણ અમેરિકાની સરકાર સાથે કરાર કરવા વિનંતી કરતા સંગઠને જણાવ્યું કે છેલ્લાં કેટલાક વર્ષોમાં ઘણા આઇટી ઇમિગ્રન્ટ્સ ભારતમાં પરત ફર્યા છે.

ભારતના નાણાંમંત્રી નિર્મલા સિતારમને અમેરિકાના સેમિકન્ડક્ટર કંપનીઓના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજી હતી અને તેમને ભારતમાં મૂડીરોકાણ કરવા માટે આમંત્રણ આપ્યુ છે. નાણાંમંત્રીએ સિલિકોન વેલીમાં કાર્યરત કંપનીઓ માટે ભારતમાં રહેલી તકો વિશે માહિતી આપી હતી. તેમણે કહ્યુ કે, ભારત સરકાર સેમિકન્ડક્ટર મિશન મારફતે પ્રોત્સાહન આપવાની સાથે સંપૂર્ણ સેમિકન્ડક્ટર વેલ્યૂ ચેઇનમાં એક વિશ્વાસપાત્ર ખેલાડી બનવા પ્રતિબદ્ધ છે. 

સરકારે ગત વર્ષે દેશમાં સેમીકન્ડક્ટર અને ડિસ્પ્લેના મેન્યુફેક્ચરિંગની પ્રોત્સાહન આપવા માટે રૂ. ૭૬,૦૦૦ કરોડની યોજનાને મંજૂરી આપી હતી. 



https://ift.tt/H1VgP4I from Business News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/okF6uMp

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ