Detail Gujarati - ગુજરાતી માહિતી અને સમાચાર: RILનું માર્કેટ કેપિટલાઈઝેશન રૂ.19.13 લાખ કરોડની નવી ટોચે

RILનું માર્કેટ કેપિટલાઈઝેશન રૂ.19.13 લાખ કરોડની નવી ટોચે


મુંબઇ : રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના શેરમાં છેલ્લા ત્રણ દિવસથી ફંડોની આક્રમક ખરીદી સાથે આજે શેર રૂ.૨૮૨૮ની નવી ઐતિહાસિક ટોચ બનાવી હતી. કંપનીના શેરમાં તેજી સાથે આજે રિલાયન્સનું માર્કેટ કેપિટલાઈઝેશન પણ ઈન્ટ્રા-ડે રૂ.૧૯ લાખ કરોડની સપાટીને પાર કરી રૂ.૧૯.૧૩ લાખ કરોડની નવી વિક્રમી ઊંચાઈએ પહોંચ્યું હતું. જે અંતે શેર રૂ.૨.૨૦ વધીને રૂ.૨૭૭૭.૯૦ બંધ રહેતાં રૂ.૧૮.૭૯  લાખ કરોડ રહ્યું હતું.

રિલાયન્સના શેરમાં આજે ઈન્ટ્રા-ડે તેજી માટે સિંગાપુર જીઆરએમ-ગ્રોસ રીફાઈનીંગ માર્જિનમાં આવેલો ઉછાળો પ્રમુખ પરિબળ રહ્યું હતું. રશિયા-યુક્રેન યુદ્વના ચાલતા ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવમાં તેજી સાથે સિંગાપુર જીઆરએમ પણ ૭ થી ૮ ડોલર વધી ગયું છે. દરેક ડોલરના જીઆરએમમાં વધારા સાથે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની કમાણીમાં ચાર ડોલર જેટલો વધારો થાય છે.

રિલાયન્સને આ ફાયદા સાથે કંપની જાન્યુઆરી થી માર્ચ ૨૦૨૨ના ચોથા ત્રિમાસિકના પરિણામ પ્રોત્સાહક રજૂ કરશે એવા  અંદાજે પણ કંપનીના શેરમાં લેવાલી રહી હતી. 

આ સાથે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ દ્વારા તેના દરેક બિઝનેસ વર્ટિકલ્સમાં એક્વિઝિન, સંયુક્ત સાહસો, ભાગીદારી સહિતના છેલ્લા બે વર્ષમાં લેવાયેલા પગલાં અને હજુ બિઝનેસ પાયાને મજબૂત કરતાં રહીને થઈ રહેલા ડેવલપમેન્ટને લઈ ફંડોનું શેરમાં લેવાલીનૂું આકર્ષણ વધ્યું છે.

કંપની દ્વારા અબુધાબીમાં તેઝિઝ સાથે બે અબજ ડોલરના  સંયુક્ત સાહસ શેરહોલ્ડર કરાર કર્યાના સમાચારની સાનુકૂળ અસર થઇ હતી. 



https://ift.tt/b3r2XJE from Business News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/WBIQgS0

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ