- તાપી રિવર ફ્રન્ટ માટે 1400 કરોડની લોન આપવા પહેલા સ્થળ મુલાકાત લઇ પ્રેઝન્ટેશન નિહાળશે
- વર્લ્ડ બેંકના 14 સભ્યોની ટીમ રિવરફ્રન્ટ ઉપરાંત પાલિકાના અન્ય પ્રોજેક્ટ ફાઇનાન્સિયલ સ્થિતિ અંગે માહિતી મેળવશે
સુરત,તા. 9 મે 2022,સોમવાર
સુરત મહાનગરપાલિકાના સૌથી મહત્વના એવા રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ માટે 70 ટકા એટલે કે 1400 કરોડ રૂપિયાની લોન વર્લ્ડ બેંક પાસે લેવામાં આવશે. વર્લ્ડ બેંક દ્વારા આ લોન આપવા પહેલા આવતીકાલથી છ દિવસ માટે સુરત મહાનગરપાલિકાને મુલાકાતે આવી છે. રિવરફ્રન્ટ પ્રોજેક્ટ ઉપરાંત સુરત મહાનગરપાલિકાની ફાઈનાન્સિયલ સ્થિતિ અને પાલિકાની આવકના સ્ત્રોત અંગે માહિતી મેળવશે. વર્લ્ડ બેંકની ટીમ સુરત આવવાની હોવાથી મહાનગરપાલિકાએ તેમની સામે પ્રઝેન્ટેશન કરવા માટેની તૈયારી કરી લીધી છે.
સુરત શહેર માટે આગામી દિવસોમાં ઘણો જ ઉપયોગી થાય તેવો રિવરફ્રન્ટ ડેવલપમેન્ટના પહેલા તબક્કાના બે હજાર કરોડ રૂપિયાના પ્રોજેક્ટમાંથી 70 ટકા એટલે કે 1400 કરોડ રૂપિયાની લોન સુરત મહાનગરપાલિકા વર્લ્ડ બેંક પાસે લેશે લોન આપવા પહેલા વર્લ્ડ બેંકના 12થી વધુ કંસલટન્ટની ટીમ 9 થી 14 મે દરમિયાન સુરતની મુલાકાતે આવી છે. આ પ્રવાસ દરમિયાન વર્લ્ડ બેંકની ટીમ માત્ર રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ જ નહીં પરંતુ પાલિકાના અન્ય પ્રોજેક્ટનું પણ પ્રેઝન્ટેશન નિહાળશે. પાલિકાની જરૂરિયાત મુજબ પ્રોજેક્ટની ફીજીબિલિટીના આધારે ફંડની ફાળવણી માટે ભલામણ કરશે.
આ ઉપરાંત આપી રિવરફ્રન્ટ પ્રોજેક્ટ માટેની સ્થળ મુલાકાત લેવા સાથે પાલિકાના અધિકારીઓ સાથે ગ્રુપ ડિસ્કસન્સ કરશે અને અન્ય પ્રોજેક્ટની સાઇટ વિઝીટ પણ રહેશે.
વર્લ્ડ બેંક પાસે 1400 કરોડ રૂપિયા જેટલી માતબર લોન લેવાની હોવાથી મહાનગર પાલિકા કમિશનરે આ પ્રોજેક્ટ માટે નોડલ ઓફીસરની પણ નિમણૂક કરી દીધી છે. રિવરફ્રન્ટ પ્રોજેક્ટ ઉપરાંત પ્રેઝન્ટેશન માટે મહાનગરપાલિકાના અધિકારીઓએ કન્સલ્ટન્ટ સાથે તંદુરસ્ત ચર્ચા કરીને પ્રેઝન્ટેશન જેને વર્લ્ડ બેંકની ટીમ સામે આવશે રાખવામાં આવશે. વર્લ્ડ બેંકના અધિકારીની ટીમ 6 દિવસના સુરત પ્રવાસે આવવાની હોવાથી સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ તેમની સાથે બેઠક માટે તડામાર તૈયારી કરી રહ્યા છે.
https://ift.tt/qeN5fZu from Daxin gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/HvymGFg
0 ટિપ્પણીઓ