Detail Gujarati - ગુજરાતી માહિતી અને સમાચાર: અભિનેતા જોની ડેપ અને એમ્બર હર્ડના કેસ વચ્ચે એલોન મસ્કે કરેલું ટ્વીટ ચર્ચામાં

અભિનેતા જોની ડેપ અને એમ્બર હર્ડના કેસ વચ્ચે એલોન મસ્કે કરેલું ટ્વીટ ચર્ચામાં


-  ડેપ અને હર્ડ 2015થી 2017 સુધી પતિ-પત્ની રહ્યા હતા

નવી દિલ્હી, તા. 29 મે 2022, રવિવાર 

હોલીવુડ અભિનેતા જોની ડેપ અને ભૂતપૂર્વ પત્ની એમ્બર હર્ડ વચ્ચે ચાલી રહેલ માનહાનિનો કેસ સાસુ-વહુની ટીવી સિરિયલ કરતાં વધુ હેડલાઈન્સ બનાવી રહ્યો છે. કેસ દરમિયાન કેટલીક એવી વાત સામે આવે છે, જેના પર ચર્ચાઓ શરૂ થઈ જાય છે. હવે એલોન મસ્કનું નવું ટ્વીટ આ હોલીવુડ એક્સ કપલના કોર્ટના ઝઘડામાં સામે આવ્યું છે. ટેસ્લાના અબજોપતિ માલિકે ટ્વીટ કરીને બંનેને 'અવિશ્વસનીય' ગણાવ્યા છે અને આશા વ્યક્ત કરી છે કે બંને તેમના જીવનમાં આગળ વધશે.

એલોન મસ્કનું આ ટ્વિટ એટલા માટે પણ હેડલાઈન્સમાં છે કારણ કે સુનાવણી દરમિયાન જોની ડેપે એમ્બર હર્ડ પર મસ્ક સાથે અફેર હોવાનો આરોપ લગાવ્યો હતો. આટલું જ નહીં તેમણે એલોન મસ્ક પર હર્ડ અને અન્ય એક મોડલ સાથે શારિરીક સબંધનો આરોપ પણ લગાવ્યો હતો. આ અંગે હર્ડે કહ્યું કે, જ્યારે તે મેટ ગાલામાં જોની ડેપ સાથે ઉભી હતી ત્યારે તેની મસ્ક સાથે મુલાકાત થઈ હતી. ત્યારે તે તેમને ઓળખતી પણ ન હતી. ત્યારબાદ એલોન મસ્કે શનિવારે પોતાના ટ્વિટમાં જોની ડેપ અને એમ્બર હર્ડ માટે લખ્યું, 'મને આશા છે કે તેઓ બંને આગળ વધશે. પોતાના શ્રેષ્ઠ રૂપમાં, તેઓ બંને અવિશ્વસનીય છે.

જોની ડેપ અને એમ્બર હર્ડ વચ્ચે ચાલી રહેલી સુનાવણી હવે અંતિમ તબક્કામાં છે. તમને જણાવી દઈએ કે, ડેપ અને હર્ડ 2015થી 2017 સુધી પતિ-પત્ની રહ્યા હતા. ત્યારબાદ મે 2016માં હર્ડે ઘરેલૂં હિંસાનો આરોપ લગાવતા ડેપ સામે કોર્ટનો આદેશ પ્રાપ્ત કર્યો હતો. ત્યારબાદ હર્ડે ડિસેમ્બર 2018માં અમેરિકાના એક અખબારમાં લેખ લખીને પેતાને ઘરેલૂ હિંસાથી શિકાર વ્યક્તિ ગણાવી હતી. 

આના પર જોની ડેપે હર્ડ વિરુદ્ધ કેસ દાખલ કર્યો અને 5 કરોડ ડોલરનું નુકસાન માંગ્યું હતું. તેના જવાબમાં હર્ડે પણ શારીરિક હિંસા અને ત્રાસનો કેસ કર્યો અને વળતરમાં 10 કરોડ ડોલરની માંગણી કરી હતી. 




https://ift.tt/nvCgYGm

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ