- વિદ્યાથીઓના આક્ષેપ કે ટ્રસ્ટીઓએ ટ્રોચર કરીને રાજીનામું લખાવ્યું છે
સુરત,તા. 9 મે 2022,સોમવાર
સુરતના રાંદેરની લોકમાન્ય સ્કૂલના આચાર્યના રાજીનામાને લઈને આજે સવારે મોટી સંખ્યામાં વિદ્યાર્થી અને વાલીઓએ પરત લેવા માટે સ્કૂલમાં વિરોધ પ્રદર્શનો કરતા મંડળ દોડતું થઇ ગયું હતું. સુરતના રાંદેરમાં આવેલી લોકમાન્ય સ્કૂલમાં માધ્યમિક શાળામાં આચાર્ય તરીકે જીજ્ઞેશ પટેલ ફરજ બજાવે છે. આજથી વેકેશન શરૂ થઈ ગયુ છે.પરતું એકાએક આચાર્યના રાજીનામાને લઈને વાલી અને વિદ્યાર્થીઓમાંથી વિરોધ ઉઠ્યો છે. વિદ્યાર્થી અને વાલીઓએ આક્ષેપ કર્યા હતા કે આચાર્યને ત્રાસ આપીને કાઢી મુકાયા છે. એમને અમારા આચાર્ય જ જોઈએ છે. વિદ્યાર્થીઓ આચાર્યને પરત લાવવા માટે જીદે ચડ્યા હોવાથી સ્કૂલ કેમ્પસમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થી અને વાલીઓનું ટોળું જોવા મળ્યું છે. આ અંગે ટ્રસ્ટી ઓ અને સ્કૂલના આચાર્ય વચ્ચે મીટીંગ થઈ રહી હોવાનું જાણવા મળ્યું છે.
શું વિવાદ છે?
સૂત્રોના જણાવ્યા મુજબ આ સ્કૂલમાં નોન ગ્રાન્ટેડમાં ધોરણ 9 થી 12 ના વર્ગો ચાલે છે જેમાં માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક બંનેમાં અલગ અલગ મેનેજમેન્ટ છે. અને સૂત્રોની વાત માનીએ તો વર્ગોને લઈને વિવાદ થયો છે.
રાજીનામું આપ્યું કે લખાવી લીધું બંને તરફ વાતો થઈ રહી છે.
રાજીનામાના વિવાદને લઈને બે તરફી વાતો થઈ રહી છે. વિદ્યાથીઓ અને વાલીઓ જણાવે છે કે ટ્રસ્ટ દ્વારા એમની પાસેથી રાજીનામું લખવી લેવાયું છે. જ્યારે વિવાદ થતાં આચાર્ય જીજ્ઞેશ પટેલે જાતે રાજીનામું આપ્યું છે.જે હોય તે પરતું રાજીનામાને લઈને વિવાદ શરૂ થયો છે. હવે દડો ટ્રસ્ટીઓના હાથમાં છે.
https://ift.tt/VDm8ydU from Daxin gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/IGHdmR2
0 ટિપ્પણીઓ