છત્રપતિ મહારાજ સાથે સંબંધિત લાલ મહેલમાં લાવણી ડાન્સ કરીને ફસાઈ ડાન્સર


નવી દિલ્હી, તા. 21 મે 2022, શનિવાર

મહારાષ્ટ્ર પોલીસે અહીં છત્રપતિ શિવાજી મહારાજના લાલ મહેલમાં ભારતીય લોકનૃત્ય લાવણીનું શૂટિંગ કરવાના આરોપમાં મહિલા કલાકાર અને અન્ય 3 વિરુદ્ધ કેસ નોંધ્યો છે. એક અધિકારીએ શનિવારે આ જાણકારી આપી હતી. શિવાજી મહારાજે પોતાના જીવનના શરૂઆતના ઘણા વર્ષો આ સ્થળે વિતાવ્યા હતા. રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) સહિત કેટલાક રાજકીય સંગઠનોએ ડાન્સ વીડિયોની નિંદા કરી અને ડાન્સર વૈષ્ણવી પાટીલને માફી માંગવા દબાણ કર્યું હતું.

અધિકારીએ જણાવ્યું હતું કે, લાલ મહેલના ચોકીદારની ફરિયાદ પર શુક્રવારે રાત્રે ફરાસખાના પોલીસ સ્ટેશનમાં પાટીલ અને અન્ય 3 વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો હતો. લાલ મહેલ શહેરની મધ્યમાં આવેલી લાલ રંગની ઈમારત છે જ્યાં મરાઠા યોદ્ધા શિવાજી મહારાજે તેમના બાળપણના ઘણા વર્ષો વિતાવ્યા હતા.


પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, વૈષ્ણવી પાટીલે સોમવારે લાલ મહેલમાં લાવણી ડાન્સ કર્યો હતો અને તેની સાથે હાજર લોકોએ તેનો વીડિયો બનાવ્યો હતો. ત્યારબાદમાં તેઓએ સોશિયલ મીડિયા પર જાહેર કર્યો હતો. તે સમયે ફરજ પર રહેલા ચોકીદારની ફરિયાદમાં કહેવાયું છે કે, તેણે સ્મારકના પરિસરમાં ડાન્સ ન કરવા અને વીડિયો ન બનાવવા કહ્યું હતું.

અધિકારીએ જણાવ્યું હતું કે, આરોપીઓ વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની કલમ 295 અને 186 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.  લાવણીએ મહારાષ્ટ્રનું લોકપ્રિય લોકનૃત્ય છે. મહારાષ્ટ્રના મંત્રી અને NCP નેતા જિતેન્દ્ર અવહાડે આ ઘટનાની નિંદા કરી છે.

તેણે ટ્વીટ કર્યું હતુ કે, 'શિવાજી મહારાજનો લાલ મહેલ ડાન્સ વીડિયો શૂટિંગ માટે નથી. આવું ફરી ન થવું જોઈએ. જો કોઈએ આવું કર્યું હોય (ડાન્સનો વિડિયો બનાવ્યો હોય), તો તેને અપલોડ કરશો નહીં.' વિડિયોને લઈને વિવાદ સર્જાયા બાદ પાટીલે શુક્રવારે માફી માગી હતી.




https://ift.tt/x4FT80W

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ