Breaking News

લોડ થઈ રહ્યું છે...

કરણ જોહરની બર્થડે પાર્ટીમાં જોવા મળ્યો સિતારાઓનો જમાવડો, જુઓ તસવીરો


મુંબઈ, તા. 26 મે 2022, ગુરૂવાર

બોલિવૂડના દિગ્ગજ ફિલ્મમેકરની પાર્ટીમાં અનેક મોટા સેલેબ્સે પોતાની હાજરી આપી હતી. કરણ જોહરે ગઈકાલે પોતાના 50માં જન્મદિવસ પર એક ભવ્ય પાર્ટીનું આયોજન કર્યું હતું. આ પાર્ટીમાં ઘણા સેલેબ્સ લક્ઝુરિયસ અને ગ્લેમરસ લુકમાં પહોંચ્યા હતા. સાથે જ બર્થડે બોય કરણે પોતાના લુકને લઈને એટલો બધો ધૂમ મચાવ્યો હતો કે તેના લુકની ચર્ચાઓ દરેક જગ્યાએ થઈ રહી છે. 

- કરણ જોહરનો જલવો


બર્થડે બોય કરણ જોહરે પોતાના 50માં જન્મદિવસ પર ગ્રીન શિમર બ્લેઝર પહેરીને પોતાનો જલવો દેખાડ્યો છે. કરણ જોહરના સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા લૂકને જોઈને લોકો એક તરફ પ્રશંસા તો બીજી તરફ મજાક કરી રહ્યા છે. સાથે જ અનેક લોકોએ પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે, ક્રિસમસ ટ્રી જેવો લાગી રહ્યો છે. 


કરણ જોહરની પાર્ટીમાં સારા, ઈબ્રાહિમ અને જાન્હવીએ પણ પોતાનો ઝલવો બતાવ્યો હતો. 

 - કરીના-સેફ અલી ખાન સાથે જોવા મળી

 

પાર્ટીમાં બેબો પોતાના પતિ સેફ અલી ખાન સાથે પહોંચી હતી. કરીના સિલ્વર શિમર ડ્રેસમાં અદભૂત લાગી રહી છે. તેણે પોતાના સિલ્વર ડ્રેસ સાથે બ્લેક હાઈ પેન્સિલ હીલ્સ કરી કર્યા છે. 


લક્ષ્ય પણ કરણ જોહરના બર્થ-ડેમાં બ્લેક શુટમાં હેડસમ લુકમાં જોવા મળ્યો હતો

- સલમાન ખાનની ગ્રાંડ એન્ટ્રી


કરણ જોહરની બર્થ-ડે પાર્ટીમાં સલમાન ખાનની 'દબંદ' અંદાજની એન્ટ્રીએ તમામનું ધ્યાન ખેચ્યું હતું. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલી સલમાનની ગ્રાંડ એન્ટ્રીએ લોકોનું દિલ જીત્યું છે. સાથે જ સલમાન ખાન ઐશ્વર્યા રાય અને કટરીનાને જોતા ઉદાસ લાગી રહ્યો છે. 

- શાહિદ કપૂર પોતાની પત્નિ સાથે જોવા મળ્યો 


કરણ જોહરની પાર્ટીમાં શાહિદ કપૂર પોતાની પત્ની મીરા સાથે જોવા મળ્યો હતો અને ઈશાન પણ હેડસમ સ્ટાઈલમાં પોઝ આપતો જોવા મળ્યો હતો.


કરણ જોહરની પાર્ટીમાં અનન્યા, નવ્યા નવેલી અને શનાયા પણ ખૂબ સુંદર લાગી રહ્યા હતા.


કરણ જોહરની પાર્ટીમાં પરિણીતી, કૃતિ, તારા પણ ગ્લેમરસ લુકમાં જોવા મળ્યા હતા. 


કરણ જોહરની પાર્ટીમાં પ્રીતિ-જીન, જેનેલિયા-રિતેશ, નેહા-અંગદ કપલ પણ જોવા મળ્યા હતા.

- ઐશ્વર્યા-અભિષેક બચ્ચનની જોરદાર એન્ટ્રી


ઐશ્વર્યા રાયે પોતાના પતિ અભિષેક બચ્ચન સાથે જોરદાર એન્ટ્રી કરી હતી. બોલિવૂડ ડિવાએ કાન્સમાં પોતાની સુંદરતા બતાવ્યા બાદ કરણ જોહરની પાર્ટીમાં તબાહી મચાવી હતી. ઐશ્વર્યા રાય સ્પાર્કલિંગ ગોલ્ડન ગાઉનમાં જોવા મળી હતી. ઐશ્વર્યા રાયે પોતાના સિઝલિંગ ડ્રેસને સ્માર્ટ બ્લેક બ્લેઝર સાથે ટીમઅપ કર્યો હતો. અભિષેક બચ્ચન સાથે તે ખૂબ સુંદર લાગી રહી હતી. 


કરણ જોહરની પાર્ટીમાં શ્વેતા બચ્ચન, ફરાહ ખાન અને મનીષ મલ્હોત્રા પણ જોવા મળ્યા હતા.

- મલાઈકા અરોરા બોલ્ડ લૂકમાં


મલાઈકા અરોરા હંમેશા પોતાના બોલ્ડ અને બિંદાસ અંદાજથી લોકોને ચોંકાવી દે છે. પોતાના બેસ્ટ ફ્રેંન્ડ કરણની પાર્ટીમાં મલાઈકા બોલ્ડ આઉટફિટ પહેરીને પહોંચી હતી. તેનું ડ્રેસીંગ સેસ જોતા લોકો ભારે ટ્રોલ કરી અને મજાક બનાવી રહ્યા છે. 


કરણ જોહરની પાર્ટીમાં સિદ્ધાંત, સિદ્ધાર્થ અને રાજકુમાર પણ જોરદાર પોઝ આપતા જોવા મળ્યા હતા. 


હૃતિક રોશન ગર્લફ્રેન્ડ સબા આઝાદ સાથે જોવા મળ્યો હતો અને તેની ભૂતપૂર્વ પત્ની સુઝેન ખાન પણ બોયફ્રેન્ડ અર્સલાન ગોની સાથે આવી હતી.

- ટાઈગર શ્રોફ  લોકો થયા ફિદા 


ટાઈગરના લુકને લઈને ફેન્સ ફિદા થઈ રહ્યા છે પરંતુ રેડ કાર્પેટ પર ટાઈગરના વોકને જોયા બાદ લોકોએ તેને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધુ છે. યુઝર્સનું કહેવું છે કે, ટાઈગર શ્રોફ ડ્રીંક કરીને પાર્ટીમાં પહોંચ્યો હતો. 


- રણબીર કપૂરની માતા સાથે એન્ટ્રી 


કરણ જોહરની સ્ટાર-સ્ટડેડ બર્થડે પાર્ટીમાં રણબીર કપૂરે ખૂબ જ સ્ટાઈલિશ લુકમાં પોતાની માતા નીતુ કપૂર સાથે એન્ટ્રી કરી હતી. રણબીર કપૂર બ્લુ મેટાલિક બ્લેઝર સાથે ઓલ બ્લેક લુકમાં એકદમ હેન્ડસમ લાગતો હતો. નીતુ કપૂરની આગામી ફિલ્મ જુગ જુગ જીઓ સ્ટાઈલમાં પણ પોઝ આપ્યો હતો. રણબીર આલિયા વગર આવતા લોકો તેને ટ્રોલ કરી રહ્યા છે અને પૂછી રહ્યા છે કે, તે નવી નવેલી દુલ્હનને ઘરમાં બંધ કરીને આવ્યો છે કે શું ?



https://ift.tt/cCIDiQz

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ