Breaking News

લોડ થઈ રહ્યું છે...

બોલીવૂડમાં મને કોઇ જાણતું નહોતું ત્યારે કરણે મને મદદ કરી હતી


- કિયારા અડવાણી કરણ જોહરની તરફેણમાં

મુંબઇ : કિયારા અડવાણી અને કાર્તિક આર્યન પોતાની આગામી ફિલ્મ ભૂલભૂલૈયા ટુને લઇને પ્રમોશનમાં વ્યસ્ત છે. આ ઉપરાંત તે કરણ જોહરની આવનારી ફિલ્મ જુગ જુગ જિયોમાં પણ જોવા મળવાની છે. 

હાલમાં જ કિયારાએ નેપોટિઝમને લઇને કરણ જોહરનો બચાવ કર્યો હતો. તેણે કહ્યુ હતુ કે, બોલીવૂડમાં મારું કોઇ સ્થાન નહોતું અને મને કોઇ ઓળખતું નહોતું ત્યારે મારી વહારે કરણ આવ્યો હતો. હવે કરણને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં નેપોટિઝ્મ માટે ટારગેટ કરવામાં આવતો હોય છે. 

કિયારાનું કહેવું છે કે,  કરણ જોહરને ખોટી રીતે ટારગેટ કરવામાં આવે છે. હું જ્યારે બોલીવૂડમાં સ્ટ્રગલ કરતી હતી અને મને દરેક જગ્યાએથી  રિજેકશનનો સામનો કરવો પડતો હતો. 

કિયારાએ વધુમાં કહ્યુ હતું કે, બોલીવૂડની એજન્સીઓ પણ મને કામ અપાવતી નહોતી. પરંતુ અચાનક જ ૨૦૧૮માં કરણે મને લસ્ટ સ્ટોરીઝમાં કાસ્ટ કરી હતી. 



https://ift.tt/vgTwExt

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ