- મિલરના ટ્વીટના જવાબમાં રાજસ્થાને મીમ શેર કર્યું હતું જેમાં લખ્યું હતું કે, દુશ્મન ન કરે એ કામ દોસ્તે કર્યું
નવી દિલ્હી, તા. 25 મે 2022, બુધવાર
ડેવિડ મિલરે તોફાની અર્ધશતક અને કેપ્ટન હાર્દિક પંડ્યા સાથે તેમની અતૂટ ભાગીદારીથી ગુજરાત ટાઈટન્સે ઈન્ડિયન પ્રીમિયર લીગના ક્વોલીફાયમાં મંગળવારે રાજસ્થાન રોયલ્સને 7 વિકેટથી હરાવીને પોતાની પ્રથમ સીઝનમાં જ ફાઈનલમાં સ્થાન બનાવ્યું છે. રોયલ્સના (Rajasthan Royals)ના ટાર્ગેટને પૂરો કરતા ટાઈટન્સે મિલર અને પંડ્યાની વચ્ચે ચોથી વિકેટની 106 રનની અતૂટ ભાગીદારીની મદદથી ત્રણ વિકેટે 191 રન બનાવ્યા હતા. આ જીત બાદ ડેવિડ મિલર(David Miller)એ રાજસ્થાન રોયલ્સની માફી માંગી હતી.
ગુજરાતની ટીમે આઈપીએલની આ સીઝનમાં ધમાલ મચાવી છે. લીગ રાઉન્ડ દરમિયાન તેમણે 14માંથી 10 મેચ પોતાના નામે કરી છે અને ટોપ પર રહી છે. બીજી તરફ ક્વોલિફાયરમાં પણ તેણે 189 રનનો લક્ષ્ય પ્રાપ્ત કરીને સાબિત કરી દીધુ કે, તે ટેબલ ટોપર કેમ છે. મંગળવારે રાજસ્થાનની સામે ગુજરાતની જીતમાં સાઉથ આફ્રિકી બેટ્સમેન ડેવિડ મિલરનો મહત્વની ભૂમિકા ભજવી હતી. પોતાની ટીમને જીત અપાવ્યા બાદ મિલરે રાજસ્થાન રોયલ્સ માટે સોશિયલ મીડિયા પર ખાસ પોસ્ટ લખી હતી.
મિલરે 38 બોલની પોતાની શાનદાર ઈનિંગમાં પાંચ છગ્ગા અને ત્રણ ચોગ્ગા ફટકારીને તેમણે 68 રન બનાવ્યા હતા. તેમણે સતત ત્રણ છગ્ગા ફટકારીને પોતાની ટીમને જીત અપાવી હતી. જૂની ટીમને હારતી જોઈને મિલર ભાવુક થઈ ગયો હતો. તેમણે ટ્વીટ કરીને રાજસ્થાન રોયલ્સની માફી માંગી હતી. તેમણે ટ્વીટ કરીને રાજસ્થાન રોયલ્સની માફી માંગી હતી. તેમણે લખ્યું છે કે, સોરી રોયલ્સ પરિવાર. તેની સાથે જ તેમણે હાથ જોડતું ઈમોજી પણ બનાવ્યું હતું.
Sorry #RoyalsFamily 🤷♂️
— David Miller (@DavidMillerSA12) May 24, 2022
સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહેતી રાજસ્થન રોયલ્સ અહીં કેવી રીતે ચૂકી શકે. મિલરના ટ્વીટના જવાબમાં રાજસ્થાને મીમ શેર કર્યું હતું જેમાં લખ્યું હતું કે, દુશ્મન ન કરે એ કામ દોસ્તે કર્યું. વર્ષ 2020માં રાજસ્થાને મિલરને ખરીદ્યો હતો. જોકે, આ વર્ષે મેગા ઓક્શનમાં પહેલા જ રાજસ્થાને તેને રિલીઝ કરી દીધો હતો. ઓક્શન દરમિયાન ગુજરાત ટાઈટન્સે 3 કરોડ રૂપિયામાં આા સ્ટારને પોતાની ટીમમાં સામેલ કર્યો હતો. તેઓ રાજસ્થાન માટે ગઈ સીઝનમાં કંઈ ખાસ નહોતા કરી શક્યા પરંતુ આ વખતે ગુજરાત ટાઈટન્સ માટે મેચ વિનર સાબિત થયા છે.
https://ift.tt/fa6tZ4q from Sports News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/rD3guYW
0 ટિપ્પણીઓ