Breaking News

લોડ થઈ રહ્યું છે...

LICમાં રૂા.7.36 લાખનું પ્રીમિયમ ભર્યું, પાકતી મુદતે રૂા. 4.60 લાખ મળ્યા


- એન્ટેના-વિવેક મહેતા

- પોલીસી ઇશ્યૂ કરતી વખતે વીમો લેનારાઓની વયમર્યાદા દર્શાવાઈ નહોતી, ૮.૮૧થી ૯.૮૮ ટકાનું વળતર આપવાનું વચન આપ્યું હતું

એલઆઈસીની જીવન સરળ પોલીસીએ વૃદ્ધોનું જીવન કઠીન બનાવી દીધું છે. દરેક પોલીસી ધારકના ભવિષ્યના સલામત કરવાના સૂત્રો સાથે પોલીસી ઇશ્યૂ કરે છે.  જીવન વીમા નિગમની જીવન સરળની પોલીસી લેનારાઓએ રૂા. ૭.૩૪ લાખના પ્રીમિયમ ભરનારાઓને વૃદ્ધાવસ્થામાં મેચ્યોરીટે એમાઉન્ટ તરીકે લોયલ્ટી બોનસ સાથી માત્ર રૂા. ૪.૬૦ લાખ પકડાવી.ઇન્સ્યોરન્સ ઓમ્બ્ડુસમાનને ફરિયાદ પણ કરવામાં આવી હતી. ઇન્સ્યોરન્સ ઓમ્બ્ડુસમાને પણ ફરિયાદનો ગંભીરતાથી વિચાર કર્યા વિના જ જીવન સરળની વીમાપોલીસીધારક વૃદ્ધની ફરિયાદના બાદ  નકારી કાઢી છે. પરિણામે વૃદ્ધા વસ્થામાં જીવન સરળ બનાવવાના દાવા સાથે લોન્ચ કરાયેલી પોલીસી લઈને પસ્તાયા હોવાની લાગણી બળવત્તર બની છે. બાર વરસ સુધી દર વરસે રૂા. ૬૧,૨૪૮નું પ્રીમિયમ જમા કરાવનારને માત્ર રૂા. ૧.૬૩,૪૮૮ના લોયલ્ટી બોનસ સહિત  રૂા.૪.૬૦ની આસપાસનું વળતર આપવામાં આવ્યું છે. ં પાકતી મુદતે ઓછું વળતર આપવા માટેનું કાારણ બ્રાન્ચ અધિકારીઓને પૂછવામાં આવતા જીવન વીમા નિગમના અધિકારીઓએ જણાવ્યું હતું કે ૩૫ વર્ષથી મોટી વયની જે વ્યક્તિઓએ જીવન સરળ પોલીસી લીધી છે તેમને આ સમસ્યા નડી રહી છે. તેમણે તેમને લોયલ્ટી બોનસ સાથે પૈસા મળશે તેવી અપેક્ષા રાખવી જોઈએ નહિ. તેમને તેમણે ભરેલા પૈસા પૂરા પાછા મળે કે ન મળે ચલાવી લેવાનું રહેશે. 

જીવન સરળ પોલીસી ૨૦૦૮-૦૯માં લોન્ચ કરવામાં આવી ત્યારે અમદાવાદના ટાઉન હોલમાં બેઠક યોજીને આ પોલીસીનું ભરપૂર માર્કેટિંગ કરવામાં આવ્યું હતું. તેનું માર્કેટિંગ કરતી વેળાએ તેમાં ૩૫ વર્ષની વય મર્યાદા સુધીના જ નાગરિકોને તે પોલીસી મળવા પાત્ર હોવાનું જણાવવામાં આવ્યું નહોતું. તેથી અત્યારે ૩૫ વર્ષથી નાની ઉંમરના લોકોએ પોલીસી લીધી હશે તો જ તેઓ પૂરા વળતરને પાત્ર ગણાશે તેવી દલીલ આજની તારીખે ગળે ઉતરે તેવી નથી. વીમા પોલીસી લેતી વખતે અરજદારની વય સહિતની તમામ વિગતો વીમાના ફોર્મ સાથે લેવામાં આવે છે. છતાંય તેમની વયને ધ્યાનમાં લઈને તેમની અરજીઓ રિજેક્ટ પણ કરવામાં આવી નહોતી. તેથી ૩૫થી મોટી વયના નાગરિકો માટે પણ તે પોલીસી ઉચિત છે તે સ્પષ્ટ થાય છે. તેમ છતાંય ૨૫થી મોટી વયના નાગરિકોને તે પોલીસી વેચવામાં આવી હોય તો તે પોલીસી વેચનાર વીમા એજન્ટનું અને પોલીસીનું પ્રીમિયમ સ્વીકારના વીમા કંપનીનો પણ ગુનો છે. બીજીતરફ ૨૨મી ડિસેમ્બર ૨૦૧૦ના દિને જીવન વીમાની મુંબઈ ઓફિસના ચીફ એક્ચ્યુરિયલ અધિકારીની સહી સાથે જીવન સરળ પોલીસીમાં રોકાણ કરનારાઓને પાકતી મુદતે ૯.૮૮ ટકાથી માંડીને ૮.૮૧ ટકા સુધીનું વળતર મળશે તેવો દાવો કરવામાં આવ્યો હતો. તેમાં પણ જીવન સરળ પોલીસી ૩૫ વર્ષની વય સુધીના નાગરિકો જ લઈ શકશે તે બાબતનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. 

વીમા ઓમ્બ્ડુસમાનને ૨૯મી માર્ચ ૨૦૨૨ના દિને વૉટ્સએપ કૉલિંગ પર પોલીસી ધારકની ફરિયાદનું હિયરિંગ રાખ્યુંહતું. આ હિયરિંગ રાખતા પૂર્વે જ તેઓ કઈ કઈ દલીલ કરવાના છે તેની વિગતો ઇન્સ્યોરન્સ ઓમ્બુડ્સમાને વીમા પોલીસી ધારકને લેખિતમાં જણાવવાની ફરજ પાડી હતી. બચત કરવાના ઇરાદાથી તેમ જ જીવનની સુરક્ષા વધારવાના હેતુથી પોલીસી લીધી હોવાનું જણાવવામાં આવ્યું છે. બીજું પોલીસી લેનારે એવી દલીલ કરી હતી કે આ યુનિટ લિન્ક ઇન્સ્યોરન્સ પોલીસી નથી કે તેના નાણાંનું રોકાણ શેરબજારમાં કરવામાં આવ્યું નતઈ. આસ્થિતમાં જ તેનું વળતર ઘટી જવાનો કોઈ જ અવકાશ નથી.

પ્રિમિયમ પેટે જમા કરાવેલા રૂા. ૭,૩૪, ૯૭૬ના પ્રીમિયમ સામે પોલીસીમાં મેચ્યોરિટી એમાઉન્ટ રૂા. ૨,૯૭,૨૫૦નો છાપવામાંઆવેલો છે. તેની સામે ડેથ કે એક્સિડન્ટ બેનિફિટ રૂા.૧૨.૫૦ લાખ દર્શાવવામાં આવ્યો હતો. પોલીસીની શરતો જોઈને તમને ૧૫ દિવસમાં તે અંગે નિર્ણય લેવાની અને તમારા રિસ્કના અને મેડિકલ ચાર્જની રકમ બાદ કરીને  તમારું પ્રીમિયમ આપી દેવા તૈયાર છીએ. આ પોલીસીની અનિયમિતતા અંગે વીમા ધારકે આ અગાઉ ક્યારેય વાંધો ઊઠાવ્યો નહોતો. પોલીસી ધારકે નવ ટકાના દરે વળતર છૂટવાની આશા  સાથે પોલીસ લીધી હોય તો તેમાં જીવન વીમા નિગમની ભૂલ નથી. ૨૦૦૯થી ૨૦૨૧ સુધી પ્રીમિયમ સ્વીકાર્યું ત્યારે વીમા ધારકની વય જ ન જોનાર એલઆઈસીના ઓમ્બ્ડુસમાનની આ દલીલ ગળે ઉતરે તેવી ન હોવાનું પોલીસી ધારકોનું કહેવું છે.

હવે માત્ર જીવન સરળની પોલીસી જ નહિ પરંતુ લોયલ્ટી બોનસ સાથેની અન્ય પોલીસીઓમાં પણ ધાંધિયા થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે . જે પોલીસીઓમાં ધાંધિયા થવાની સંભાવના છે તે પોલીસીઆમાં  એલઆઈસી બિમા ગોલ્ડ, એલઆઈસી બિમા બચત,  એલઆઈસી જીવન રક્ષક, એલઆઈસી આધારશીલા અન ેએલઆઈસી આધારસ્તંભનો સમાવેશ થાય છે.



https://ift.tt/v0phTQO from Business plus News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/xoqkAKv

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ