Breaking News

લોડ થઈ રહ્યું છે...

હું કાઈં 299 રૂપિયામાં વેચાઉં એવો માણસ નથી.. જાણો શા માટે જોન અબ્રાહમે કહી આ વાત


- 'મને દુઃખ થશે જો કોઈ વોશરૂમ જવા માટે મારી ફિલ્મ વચ્ચે જ બંધ કરી દે'

મુંબઈ, તા. 23 જૂન 2022, ગુરૂવાર

બોલિવુડ અભિનેતા અને નિર્માતા જોન અબ્રાહમ એક સેલ્ફ મેડ સ્ટાર છે. કોઈ ગોડફાધરની મદદ વગર જ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પોતાનો પગ જમાવનારા આ કલાકારે આજે અનેક નવોદિત કલાકારોને ગોડફાધર તરીકે ટેકો પૂરો પાડ્યો છે. જોન અબ્રાહમે 'વિકી ડોનર' નામની ફિલ્મમાં અભિનેતા આયુષ્માન ખુરાનાને બ્રેક આપ્યો હતો. 

તાજેતરના એક ઈન્ટરવ્યુ દરમિયાન જોન અબ્રાહમે ઓટીટી પ્લેટફોર્મ અંગે અને તેમાં પોતાના ડેબ્યુ અંગેના સવાલો અંગે દિલ ખોલીને વાત કરી હતી. જોનના કહેવા પ્રમાણે એક નિર્માતા તરીકે તેને ઓટીટી સ્પેસ પસંદ છે અને તે ઓટીટીના દર્શકો માટે ફિલ્મો પણ બનાવી રહ્યો છે. 

એક અભિનેતા તરીકે હું કદી ઓટીટી માટે કામ નહીં કરૂં

જોનને એવો સવાલ કરવામાં આવ્યો હતો કે, શું તમને ઓટીટી સામે કોઈ સમસ્યા છે? તેના જવાબમાં તેણે કહ્યું હતું કે, 'એક નિર્માતા તરીકે મને ઓટીટી સ્પેસ પસંદ છે. હું ઓટીટીના દર્શકો માટે ફિલ્મો પણ બનાવી રહ્યો છું પરંતુ એક અભિનેતા તરીકે હું કદી પણ ઓટીટી માટે કામ નહીં કરૂં. હું ખૂબ જ સ્પષ્ટ છું કે, હું મોટા પડદા પર ચમકવા માગુ છું.'

'વોશરૂમ જવા માટે કોઈ ફિલ્મ બંધ કરે એ મને ન ગમે'

જોને કહ્યું હતું કે, 'હું મોટા પડદાનો હીરો છું અને એ એક એવી જગ્યા છે જ્યાં હું મારી જાતને જોવા ઈચ્છું છું. હાલ હું એવી ફિલ્મો કરવા ઈચ્છું છું જે મોટા પડદા પર રીલિઝ થાય. મને એ વાતથી દુઃખ થાય જો કોઈ વ્યક્તિ મારી ફિલ્મ વચ્ચેથી જ બંધ કરી દે કારણ કે, તેને વોશરૂમ જવું હતું. ઉપરાંત હું 299 કે 499 રૂપિયામાં ઉપલબ્ધ થવા નથી ઈચ્છતો. મને તેના સામે વાંધો છે.'




https://ift.tt/nKaeITR

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ