Detail Gujarati - ગુજરાતી માહિતી અને સમાચાર: સુરત: કોસાડ આવાસમાંથી બ્રાન્ડેડના નામે ડુપ્લીકેટ શેમ્પુ વેચવાનું કૌભાંડ ઝડપાયું

સુરત: કોસાડ આવાસમાંથી બ્રાન્ડેડના નામે ડુપ્લીકેટ શેમ્પુ વેચવાનું કૌભાંડ ઝડપાયું


- હિન્દુસ્તાન યુનિલીવરના ડવ, ટ્રેસમી, ક્લિનીક પ્લસ અને સનસિલ્કની બોટલમાં ડુપ્લીકેટ શેમ્પુ ભરીને વેચતા હતા

સુરત,તા. 31 મે 2022,મંગળવાર

અમરોલી-કોસાડ આવાસમાં પોલીસે દરોડા પાડી હિન્દુસ્તાન યુનિલીવર કંપનીના ડવ, ટ્રેસમી, ક્લિનીક પ્લસ અને સનસિલ્ક જેવી બ્રાંડના ડુપ્લીકેટ શેમ્પુ વેચવાનું કૌભાંડ ઝડપી પાડી રૂ. 36,278 નો મુદ્દામાલ કબ્જે લઇ કોપીરાઇટ એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અમરોલી પોલીસે બાતમીના આધારે કોસાડ આવાસ એચ-1 બિલ્ડીંગમાં રહેતા નાજીમ કલ્લન ખસરા (ઉ.વ. 34 મૂળ રહે. બાંકનેર, દિલ્હી), રાજુદીન છોટેખાન મનીહાર (ઉ.વ.31) અને કમરૂદીન છોટેખાન મનીહાર (ઉ.વ. 40 બંને મૂળ રહે. મછલી માર્કેટ, સુલતાનપુર, દિલ્હી) અને મુહમ્મમદ જીશાન મુહમ્મદ જલીલ (ઉ.વ. 31 મૂળ રહે. કોહીનુર રોડ, નુર નગર, ફિરોજાબાદ, યુ.પી) ને ઝડપી પાડયા હતા. પોલીસે ઘરમાં સર્ચ કરતા ડવ ટ્રેસમી ક્લિનીક પ્લસ ટ્રેસમી શેમ્પુની બોટલ, ક્લિનીક પ્લસ શેમ્પુ, સનસિલ્ક શેમ્પુ, 1 કિલોગ્રામ નમકની થેલી, 20 ગ્રામના કલરના પાઉચ 500 ગ્રામ પાઉડરની થેલી સહિત કુલ રૂ. 36,278 નો મુદ્દામાલ કબ્જે લીધો હતો. ચારેયની પૂછપરછમાં તેઓ હિન્દુસ્તાન યુનિલીવર કંપનીના ડવ, ટ્રેસમી, ક્લિનીક પ્લસ, સનસિલ્ક જેવી બ્રાંડના શેમ્પુની બોટલોમાં ડુપ્લીકેટ શેમ્પુ ભરી વેચાણ કરતા હોવાની કબૂલાત કરી હતી.



https://ift.tt/b7tFBxo from Daxin gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/k205YF1

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ