Breaking News

લોડ થઈ રહ્યું છે...

સુરત આવેલા શિવસેનાના એક ધારાસભ્યની તબિયત લથડી, સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા

સુરત, તા. 21 જૂન 2022 મંગળવાર 

મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરેની સરકાર સામે જોખમ ઉભુ થઈ ગયું છે. મહારાષ્ટ્રની રાજનીતિમાં ફરી એક વખત ભૂકંપની સ્થિતિ સર્જાઈ છે. રાજ્યના મંત્રી અને સિનિયર નેતા એકનાથ શિંદે શિવસેનાના સંભવિત 20 ધારાસભ્યો લઈને ગુજરાતના સુરત પહોંચી ગયા છે. હાલ મહારાષ્ટ્રથી દિલ્હી સુધી હલચલ શરૂ થઈ ગઈ છે. આ દરમિયાન સુરત આવેલા એક ધારાસભ્ય નિતિન દેશમુખની તબિયત લથડી છે. શિવસેના પાર્ટીના આ ધારાસભ્યને હ્રદયમાં દુ:ખાવો ઉપડતા તેમને સારવાર અર્થે સુરત સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે.

શિવસેનાના આ ધારાસભ્યો સુરતની લા મેરેડીયન હોટલમાં રોકાયા છે. હોટલ બહાર ચુસ્ત પોલીસ-બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર આજે બપોરે 2:00 વાગ્યાની આસપાસ શિંદે સુરત હોટલમાંથી જ પ્રેસ કોન્ફરન્સ કરવાની સંભાવના છે. 



https://ift.tt/MCh5w9f from Daxin gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/NmUz4M2

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ