Breaking News

લોડ થઈ રહ્યું છે...

રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર બનવાના વિપક્ષના પ્રસ્તાવને પવારે ઠુકરાવ્યો


- એક ઉમેદવાર જાહેર કરવા વિપક્ષ એક થયો

- મમતાએ દિલ્હીમાં બોલાવેલી બેઠકમાં કોંગ્રેસ, એનસીપી, સપા, ડાબેરીઓ, શિવસેના સહિત 17 પક્ષો હાજર રહ્યા

નવી દિલ્હી : વિપક્ષ અને સત્તાપક્ષ બન્ને રાષ્ટ્રપતિની ચૂંટણીની તૈયારીઓ કરી રહ્યા છે. આ સ્થિતિ વચ્ચે વિપક્ષે શરદ પવારને રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર બનવાની વિનંતી કરી હતી. જોકે શરદ પવારે તેને સ્વિકારવાની ના પાડી દીધી હતી. નવી દિલ્હીમાં બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીની આગેવાનીમાં યોજાયેલી બેઠકમાં શરદ પવારે વિપક્ષના આ પ્રસ્તાવને નકારી દીધો હતો.

મમતા બેનરજીએ દિલ્હીમાં જે બેઠક બોલાવી હતી તેમાં ૧૭ વિપક્ષો જોડાયા હતા. આ બેઠકમાં કોંગ્રેસ, એનસીપી, સપા, ડીએમકે, શિવસેના, આરજેડી અને ડાબેરી પક્ષો હાજર રહ્યા હતા. બે કલાક સુધી આ બેઠક ચાલી હતી જેમાં રાષ્ટ્રપતિની ચૂંટણી અને ૧૦ રાજ્યોની વિધાનસભાની તેમજ લોકસભાની ચૂંટણીની ચર્ચા કરવામાં આવી હતી. જોકે આ બેઠકમાં આમ આદમી પાર્ટી, અકાળી દળ, એઆઇએમઆઇએમ, ટીઆરએસ અને બીજેડીના નેતાઓ હાજર નહોતા રહ્યા.

જે પણ નેતાઓ આ બેઠકમાં જોડાયા હતા તેમણે શરદ પવારને રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર બનવાની અપીલ કરી હતી જેની શરદ પવારે ના પાડી દીધી હતી. જોકે જ્યારે રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર વિપક્ષ તરફથી કોણ હશે તે અંગે બંગાળના પૂર્વ રાજ્યપાલ ગોપાલકૃષ્ણ ગાંધીને પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું હતું કે આ અંગે હાલ નિવેદન આપવું યોગ્ય નહીં રહે. ગોપાલકૃષ્ણ ગાંધી ૨૦૧૭માં વિપક્ષ તરફથી ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર હતા જોકે તેઓ એમ. વેંકૈયા નાયડુુની સામે આ ચૂંટણી હારી ગયા હતા. બીજી તરફ એવા અહેવાલો છે કે મમતા બેનરજીએ દિલ્હીમાં વિપક્ષની જે બેઠક બોલાવી હતી તેમાં વિપક્ષો કોઇ એક ઉમેદવાર માટે સહમત થયા હતા. હવે આ ઉમેદવાર કોણ હશે તેની જાહેરાત કરવાની બાકી છે.  

Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/ahKcbRX https://ift.tt/mfNrLl0

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ