
- આલિયા-પ્રિયંકા-કેટરીનાની જી લે જરા પડતી જ મુકી
- ફરહાને જાતે સ્ક્રિપ્ટ પર કામ શરૂ કર્યું અભિનેતાએ એકથી વધુ હિન્ટ આપી
મુંબઈ : પહેલાં અમિતાભ બચ્ચન અને બાદમાં શાહરુખ ખાન સાથે ડોન ફિલ્મ બની ચુકી છે. હવે ડોન થ્રી બનાવવા માટે પણ તૈયારી શરુ થઈ ગઈ છે. શાહરુખ આ ફિલ્મમાં બીજીવાર ડોનની ભૂમિકા ભજવશે.
ફરહાન અખ્તરે ફિલ્મની સ્ક્રિપ્ટ લખવાની શરુ કરી દીધી છે. ફિલ્મનું પ્રિ પ્રોડક્શન વર્ક પણ ટૂંક સમયમાં શરુ થઈ જશે. આજકાલ બોલિવુડ માટે કપરો સમય ચાલી રહ્યો છે અને સાઉથના હિરો બોલિવુડને પડકારી રહ્યા છે. આ સંજોગોમાં ફરહાન સ્ક્રિપ્ટમાં કોઈ કચાશ છોડવા માગતો નથી.
ફરહાને પ્રિયંકા ચોપરા, કેટરીના કૈફ અને આલિયા ભટ્ટની જી લે જરા ફિલ્મને હાલ અભેરાઈ પર મુકી દીધી છે. અગાઉ અહેવાલ હતા કે તેના પર આવતાં વર્ષે કામ શરુ થશે પરંતુ હવેના નવા અહેવાલો અનુસાર તેણે આ ફિલ્મના આઇડિયોને જ થોડા સમય માટે બાજુ પર રાખવાનું નક્કી કર્યું છે. તેને બદલે તેણે સમગ્ર ફોક્સ ડોન પર કેન્દ્રિત કર્યું છે. તે ફિલ્મની સ્ક્રિપ્ટ લખવામાં પિતા જાવેદા અખ્તરની પણ સલાહ લઈ રહ્યો છે. જાવેદ અખ્તર જ અમિતાભ બચ્ચનવાળી મૂળ ડોનના પણ લેખક હતા.
https://ift.tt/tZRquTn
0 ટિપ્પણીઓ