
- અજય દેવગણ - તબ્બુની ફિલ્મની રિલીઝ ડેટ જાહેર
- 2021માં મૂળ મલયાલમમાં ઓટીટી પર રિલીઝ થઈ હતી
મુંબઈ : અજય દેવગણ અને તબ્બુની ફિલ્મ દ્રશ્યમ ટૂની આવતા નવેમ્બરમાં રિલીઝ કરવાનું જાહેર કરવામાં આવ્યું છે. મૂળ મલયાલમ ફિલ્મ રિલીઝ થયાના પોણા બે વર્ષ બાદ આ ફિલ્મ થિયેટરમાં આવશે. દ્રશ્યમ પહેલીવાર મલયાલમમાં ૨૦૧૩માં બની હતી અને તેનું હિન્દી વર્ઝન ૨૦૧૫માં આવ્યું હતું.
જોકે તે વખતે સાઉથની ફિલ્મો યુ ટયૂબ પર જોઈ લેવાનો એટલો ક્રેઝ ન હતો અને ઓટીટી તો દૂર દૂર સુધી અસ્તિત્વમાં ન હતાં. આથી હિન્દીના ચાહકોએ અજય દેવગણ અને તબ્બુની ફિલ્મને ભરપૂર માણી હતી. તે પછી દ્રશ્યમ ટૂનો બીજો ભાગ મલયાલમમાં ફેબુ્રઆરી ૨૦૨૧માં રિલીઝ થયો હતો. તે વખતે કોરોનાની પહેલી લહેર પૂર્ણ થઈ ગઈ હતી પરંતુ લોકડાઊનની અસરો યથાવત હતી. આથી, મોહનલાલે નાછૂટકે ફિલ્મ સીધી ઓટીટી પર રિલીઝ કરવાનો નિર્ણય લીધો હતો. એ સમયે દેશમાં ઓટીટીનો ભારે ફેલાવો થયો હતો અને લોકો ખાસ કરીને સાઉથ ઇન્ડિયાની જાણીતી ફિલ્મો ઓટીટી પર જોઈ લેવાના આદી બની ગયા હતા. આથી તે સમયે બહુ મોટી સંખ્યામાં લોકોએ તે જોઈ લીધી છે અને તેના પ્લોટ વગેરેની ચર્ચાઓ પણ થઈ ચુકી છે.
હવે પોણા બે વર્ષ બાદ અજય દેવગણનાં હિન્દી વર્ઝનમાં દર્શકો માટે કેટલી નવી બાબત હશે કે શું નવી રીતે ફિલ્માંકન કરવામાં આવ્યું હશે તે ચાહકો માટે જિજ્ઞાાસાનો વિષય છે.
બોલીવુડના સૂત્રોના જણાવ્યા અનુસાર અજય દેવગણ ખુદ બંને ફિલ્મો વચ્ચે આટલું અંતર રહે તેમ ઈચ્છતો ન હતો પરંતુ લોકડાઉનના કારણે શૂટિંગ શિડયૂલો ખોરવાતાં આ ફિલ્મ લંબાઈ ગઈ હતી. તે પછી તેના માટે અનુકૂળ રિલીઝ ડેટ શોધવાનું પણ અઘરું થઈ ગયું હતું. હવે છેક આવતા નવેમ્બર માસમાં તેની રિલીઝનો મેળ પડી રહ્યો છે.
દૃશ્યમ વનના ડાયરેક્ટર નિશિકાંત કામતનું નિધન થઈ ચૂક્યું છે. આથી બીજા ભાગનું દિગ્દર્શન અભિષેક પાઠકે કર્યું છે. વધુમાં આ વર્ઝનમાં અક્ષય ખન્નાનું નવું કેરેક્ટર પણ ઉમેરવામાં આવ્યું છે.
https://ift.tt/9fWuMhX
0 ટિપ્પણીઓ