
- કાપોદ્રાની સ્કૂલમાં રજૂઆત કરવા જાય તે પહેલાં જ અટકાવી મારમારતા પોલીસ બોલાવી મામલો થાળે પાડયો
સુરત,તા.25 જુન 2022,શનિવાર
સુરતના કાપોદ્રામાં સ્કૂલ પ્રવેશોત્સવના કાર્યક્રમ દરમ્યાન રજૂઆત કરવા ગયેલા આપના સભ્યો અને કાર્યકરો પર હુમલો કરી સ્કૂલમાં જ ગોધી રાખ્યાનો બનાવ બનતા પોલીસ દોડતી થઇ ગઇ હતી.
સુરતના કાપોદ્રા પોલીસ સ્ટેશનની પાછળ, મમતા પાર્ક-3 ની પાછળ, શ્રીરામ નગર ઝુપડપટ્ટીમાં આવેલી નગર પ્રાથમિક સ્કૂલમાં આજે પ્રવેશોત્સવ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં સ્થાનિક ધારાસભ્ય કુમાર કાનાણી હાજરી આપવા આવ્યા હતા. તે વખતે આપના શિક્ષણ સમિતિના સભ્યો અને કાર્યકરો રજૂઆત કરવા માટે જતા તેમને અટકાવ્યા હતા.જેને લઇને હાજર રહેલા અન્યો વચ્ચે રજૂઆતને લઈને ભારે બોલાચાલી થયા બાદ ઉશકરાયેલા ટોળાએ આપના કાર્યકરોને મારમારી એક ઓરડામાં બંધ કરી દેવાતા ધમાચકડી મચી જતાં પોલીસ બોલાવી મામલો થાળે પાડયો હતો.આ અંગે આપના સભ્યોએ આક્ષેપ કર્યા હતા કે આજે પ્રવેશોત્સવ વખતે ધારાસભ્ય કુમાર કાનાણી ને એવી રજૂઆત કરતા હતા કે આ સ્કૂલની આજુબાજુમાં નોનવેજની દુકાનો છે. દારૂના અડ્ડાઓ છે. આ સ્કૂલમાં ભણવા આવતી બાળકીઓને ભણવા આવવું મુશ્કેલ પડી રહ્યું છે. અમારી ગ્રાન્ટનો ઉપયોગ બરાબર થતો નથી આવી રજૂઆત કરવા માગતા હતા. પરતું પ્રવેશોત્સવમાં કેટલાક લુખ્ખા તત્વો, ગુંડાઓ આવી જઈને રજૂઆત કરવા જતાં અમારા પર હુમલો કરાયો હતો. અને ખોટી રીતે મારમાર્યો નો આક્ષેપ કર્યો હતો.
https://ift.tt/KqoUpXB from Daxin gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/QYpTIPJ
0 ટિપ્પણીઓ