Breaking News

લોડ થઈ રહ્યું છે...

સુરત ક્રાઈમ બ્રાન્ચનું દિલધડક ઓપરેશન : બારડોલી નજીક ચીકલીગર ગેંગના ત્રણને ફિલ્મી ઢબે ઝડપી લીધા, સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ

સુરત,તા. 28 જુન 2022,મંગળવાર

સુરત ક્રાઈમ બ્રાન્ચે બારડોલી નજીકના દસ્તાન ફાટક નજીક વહેલી સવારે ફિલ્મી ઢબે ચીકલીગર ગેંગના ત્રણને ઝડપી લીધા હતા. ક્રાઈમ બ્રાન્ચના દિલધડક ઓપરેશનના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે.

સુરત શહેર અને જીલ્લામાં આતંક મચાવતી ચીકલીગર ગેંગ બારડોલી નજીક દસ્તાન ફાટક પાસેથી પસાર થવાની છે તેવી બાતમીના આધારે સુરત ક્રાઈમ બ્રાન્ચે આજે વહેલી સવારે વોચ ગોઠવી હતી અને ત્યાંથી એક પીકઅપ વાન અને ઇકો કારમાં જઈ રહેલા ત્રણ સાગરીતોને અટકાવવા પ્રયાસ કર્યો હતો.જોકે, તેમણે ભાગવા પ્રયાસ કરતા ક્રાઈમ બ્રાન્ચે ધોકાવાળી કરીને તેમજ રસ્તામાં જેસીબીની આડશ ઉભી કરી તેમને અટકાવી ફિલ્મી ઢબે ઝડપી લીધા હતા. આ દિલધડક ઓપરેશનના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા.



https://ift.tt/0GH2rXp from Daxin gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/UivCu1G

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ