Breaking News

લોડ થઈ રહ્યું છે...

કાર્તિક કરણ સાથે સ્ટેજ પર આવ્યો પણ તેના ગીત પર ડાન્સ ધરાર ના કર્યો


- દોસ્તાના ટૂથી શરુ થયેલી દુશ્મનીની અસર

મુંબઇ : કાર્તિક આર્યને ભૂલભૂલૈયા ટુ સુપરડુપર હિટ થયા પછી પોતાના સ્ટાર પાવરનો પરચો બોલિવુડના બિગ ડેડી કરણ જોહરને સરેઆમ જાહેરમાં આપી દીધો હતો. એક ઈવેન્ટમાં તેણે કરણ સાથે સ્ટેજ શેર કર્યું હતું પણ કરણના સોન્ગ પર ડાન્સ કરવાનો ધરાર ઈનકાર કરી દીધો હતો.  ઈવેન્ટમાં વરુણ ધવન, સિદ્ધાર્થ મલ્હોત્રા, સારા અલી ખાન સાથે કાર્તિક આર્યન પણ સ્ટેજ પર આવ્યો હતો. જોકે, અચાનક જ કરણે સ્ટેજ પર એન્ટ્રી લીધી હતી અને બધાને પોતાની નવી ફિલ્મના એક ગીત પર ડાન્સ કરવા પાનો ચડાવ્યો હતો. સૌએ એ ગીત પર ડાન્સ પણ કરવા માંડયો હતો પણ કાર્તિક સ્થિર જ ઊભો રહ્યો હતો અને તેણે કરણની હાજરીની નોંધ પણ લીધી ન હતી.  સંખ્યાબંધ ફેન્સએ કાર્તિકના આ એટિટયુડને વખાણ્યો છે અને તે પુષ્પાના ઝુકેગા નહીં સાલા ડાયલોગને સાર્થક કરતો હોવાનું જણાવ્યું છે.  ગયાં વર્ષે કરણ જોહરે  દોસ્તાના ટૂમાં કેટલુંક શૂટિંગ કર્યા બાદ કાર્તિક આર્યનને રાતોરાત કાઢી મૂક્યો હતો. એ વખતે કરણ કેમ્પ તરફથી એવું નિવેદન અપાયું હતું કે કાર્તિક આર્યનના અનપ્રોફેશનલ અભિગમને કારણે કાર્તિકને તગેડી મુકાયો છે. 




https://ift.tt/GicxUWM

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ