
નવી મુંબઇ, તા. 23 જૂન 2022, ગુરુવાર
-સમજૂતી પ્રસ્તાવ લઈને સુરત આવેલ શિવસેનાના MLA સહિત
મહારાષ્ટ્રનું રાજકરણ એક બાદ એક નાટકીય રંગ લઈ રહ્યું છે. શિવસેના માટે પાણી વહી ગયા બાદ પણ પાળ બાંધવાનું કામ ઉદ્ધવ ઠાકરે નથી કરી શકતા. મીડિયા અહેવાલ અનુસાર શિવસેનાના બાગી MLAને સમજાવા માટે સૂરત પહોંચેલ રવિન્દ્ર ફાટક પણ હવે શિંદે સમૂહ સાથે જોડાઈ ગયા છે.
સૂત્રોએ આપેલ માહિતી અનુસાર ત્રણ વધુ ધારાસભ્ય શિંદે સમૂહ સાથે જોડાઈ રહ્યાં છે. નારાજ ધારાસભ્યોને મનાવવા માટે પહોંચેલ MLC રવિન્દ્ર ફાટક જ હવે શિવસેનાને છોડીને શિંદે સમૂહ સાથે જોડાયા છે.

અહેવાલ અનુસાર રવિન્દ્ર ફાટક, દાદા ભુસે, સંજય રાઠોડ ચાર્ટર્ડ ફ્લાઈટ દ્વારા સુરતથી હવે સીધા ગુવાહાટી જવા નીકળ્યા છે. રવિન્દ્ર ફાટક શિંદેને મનાવવા સુરત આવ્યા હતા અને તેઓ શિંદે જૂથમાં જોડાયા હતા.
રસપ્રદ વાત એ છે કે ઉદ્ધવના નજીકના મિત્ર રવિન્દ્ર આજે સવારે જ એકનાથ શિંદેના પુત્રને મળવા પહોંચ્યા હતા. શિવસેનાના નેતા ફાટક શિંદેના પુત્રને આજે સવારે જ મળ્યા હતા અને હવે શિવસેના ઉંઘતી ઝડપાઈ છે. થાણેમાં શિંદેના ઘરે શ્રીકાંત શિંદે અને રવિન્દ્ર ફાટક આજે સવારે મળ્યા હતા અને આ અંગે ઠાકરેને જાણ સુદ્ધા નહોતી થઈ.
નાખુશ ધારાસભ્યોને મનાવવા આવ્યા હતા ફાટક અને નારવેકર :
સુરતના સોમવારે રાત્રે મહારાષ્ટ્ર સરકારના 35 જેટલા ધારાસભ્યો સુરતની હોટેલમાં આવી પહોંચ્યા હતા. આ નારાજ ધારાસભ્યોને મનાવવા ઉદ્ધવ ઠાકરેના એકદમ નજીકના ગણાતા નેતા મિલિંદ નારવેકર અને રવિન્દ્ર ફાટક સુરત પહોંચ્યા હતા. તેમણે સુરતમાં એકનાથ શિંદે ખાતે મિટિંગ કરીને ઉદ્ધવ સાથે ફોન પર વાત કરાવી મનાવાનો પ્રયાસ પણ કર્યો હતો.
Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/zZRsuSP https://ift.tt/nlJy5x1
0 ટિપ્પણીઓ