Breaking News

લોડ થઈ રહ્યું છે...

Pathaan First Look : કિંગખાનના બોલીવૂડમાં 30 વર્ષ પૂર્ણ થતા ફેન્સને મળી આ ગિફ્ટ

નવી મુંબઇ, તા. 25 જૂન 2022, શનિવાર

બોલીવૂડમાં પોતાનો સિક્કો જમાવીને કિંગખાન આજે પણ લોકોના દિલમાં રાજ કરે છે.  શાહરૂખ ખાનની ફિલ્મ પર્દા પર આવતાની સાથે જ ફેન્સમાં એક અલગ જ પ્રકારનો ક્રેઝ જોવા મળતો હો છે. ત્યારે ફરી એકવાર કિંગખાન પોતાની એક ફિલ્મ લઇને આવી રહ્યાં છે. શાહરુખ ખાનની આગામી ફિલ્મ 'પઠાણ'ની રિલીઝ ડેટ જાહેર થઈ ગઈ છે. હા, બોલિવૂડમાં 30 વર્ષ પૂર્ણ કરવા પર, અભિનેતાએ તેના ચાહકોને એક ખાસ ભેટ આપતા તેમની ફિલ્મ 'પઠાણ'ની રિલીઝ ડેટની જાહેરાત કરી છે. 


કિંગ ખાને શેર કર્યો મોશન પોસ્ટર

ફિલ્મ પઠાનનુ શાહરુખ ખાનનુ લુક અભિનેતાએ ટ્વીટર પર મોશન પોસ્ટર દ્વારા શેર કર્યું હતુ. આ પોસ્ટરમાં, અભિનેતા હાથમાં બંદૂક સાથે લોહીથી લથપથ જોવા મળી રહ્યાં છે. 'પઠાણ'નું પોસ્ટર રિલીઝ કરતાં શાહરૂખ ખાને લખ્યું કે, '30 વર્ષ... તમારો પ્રેમ અને સ્મિત અનંત છે. ચાલો હવે 'પઠાણ' વિશે વાત કરીએ. આ ફિલ્મ 25 જાન્યુઆરી, 2023ના રોજ હિન્દી, તમિલ અને તેલુગુ ભાષાઓમાં રિલીઝ થઈ રહી છે.

મહત્વનું છે કે, શાહરુખ સાથે આ ફિલ્મમાં દીપિકા પાદુકોણ અને જોન અબ્રાહમ પણ જોવા મળશે.



https://ift.tt/NbJqym9

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ