
સુરત,તા.30 જુન 2022,ગુરૂવાર
ઉદયપુરમાં કનૈયાલાલની હત્યાના પડઘા સમગ્ર દેશમાં પડી રહ્યા છે. ત્યારે સુરતમાં પણ ભટાર વિસ્તારમાં VHP અને બજરંગ દળ દ્વારા હત્યારાઓના પૂતળાં દહન કરી તેમને આકરી સજા મળે એ માટેની માંગ કરાઈ છે.
રાજસ્થાનઉદયપુરમાં કનૈયાલાલની હત્યાને પગલે અનેક હિન્દુ સંગઠનો દ્વારા કાઢવામાં આવી રહી છે અને હત્યારાઓને ફાંસીની સજા મળે તે માટેની માંગ પણ કરવામાં આવી રહી છે. આ વચ્ચે ભટાર વિસ્તારમાં
વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. પૂતળાદહન કરીને વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો હતો અને હત્યારાઓ સામે કડકમાં કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી. સાથે જ મૃતકના પરિવારને ન્યાય આપવામાં આવે અને આ પ્રકારની બીજી ઘટના ન બને તેવી દાખલા રૂપ કાર્યવાહી ઝડપથી થાય તેવી માંગ પણ કરાઈ હતી.
https://ift.tt/PvcRbNo from Daxin gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/7CYsPIg
0 ટિપ્પણીઓ