Breaking News

લોડ થઈ રહ્યું છે...

સલમાન અને શાહરૂખ બંને 60મા વર્ષે એક્શન ફિલ્મમાં સાથે આવશે


- આદિત્ય ચોપરાએ જાતે સ્ટોરી લખવાની શરૂ કરી 

- બંનેએ એકબીજાની અનેક ફિલ્મોમાં કેમિયો કર્યા છે પરંતુ વર્ષો પછી બંને ફૂલ લેન્થ રોલમાં સાથે દેખાશે 

મુંબઈ : બોલીવૂડ છેલ્લા કેટલાય સમયથી ઉપરાછાપરી નિષ્ફળતાઓમાંથી રસ્તો શોધવા ધમપછાડા કરી રહ્યું છે. આવા એક પ્રયાસ રુપે યશરાજ ફિલ્મ્સ દ્વારા સલમાન ખાન અને શાહરુખ ખાન બંનેને ફૂલ લેન્થ રોલમાં એકસાથે લાવીને એક્શન ફિલ્મ બનાવવાનું પ્લાનિંગ કરાયું છે. આ ફિલ્મનું શૂટિંગ શરુ થતાં ૨૦૨૪નું સાલ આવી શકે છે એટલે કે મોટાભાગે ફિલ્મ ૨૦૨૫ના એન્ડ સુધીમાં જ્યારે આ બંને હીરો ૬૦ની ઉંમરે પહોંચી ચૂક્યા હશે ત્યારે રિલીઝ થઈ શકે છે.    શાહરુખ અને સલમાન ખાનની જોડીની સૌથી પોપ્યુલર ફિલ્મમાં રાકેશ રોશનની કરણ અર્જુનનો સમાવેશ થાય છે. જોકે, બંને મિત્ર કલાકારોએ આ સિવાય કુછ કુછ હોતા હૈ સહિત કેટલીય ફિલ્મોમાં કેમિયો કર્યા છે. હવે શાહરુખની ફિલ્મ પઠાણમાં સલમાન અને સલમાનની ફિલ્મ ટાઈગર થ્રીમાં શાહરુખ ખાન પણ કેમિયો કરવાના છે. ૅજોકે, વર્ષો પછી બંને સ્ટાર્સને એક ફિલ્મમાં ફૂલ લેન્થ રોલમાં સાથે લાવવાનું પ્લાનિંગ આદિત્ય ચોપરાએ કર્યું છે. આદિત્ય બંનેને સાથે લઈને એક્શન ફિલ્મ બનાવવા માગે છે જે મોટાભાગે કોઈ એજન્ટ ઓપરેશન પર આધારિત હશે. આદિત્યએ જાતે ફિલ્મની સ્ટોરી લખવાની શરુ કરી હોવાનું કહેવાય છે.  આ ફિલ્મનું શૂટિંગ શરુ થતાં ૨૦૨૪ની સાલ આવી જશે અને તે પછી ફિલ્મ ૨૦૨૫માં રિલીઝ થાય તો આ બંને કલાકાર ત્યારે ૬૦ વર્ષના થઈ ચૂક્યા હશે. બંને સ્ટાર્સને એ સમયે એક્શન ફિલ્મમમાં નવી પેઢીના દર્શકો કેટલા સ્વીકારે છે તે એક સવાલ તો રહેશે જ. 

જોકે, બોલીવૂડના મોટાભાગના ટ્રેડ એનાલિસ્ટના મતે શાહરુખ અને સલમાનનો પોતાનો અલાયદો સ્ટાર પાવર છે અને એ બંને કોઈ ફિલ્મમાં ફૂલ લેન્થ રોલમાં સાથે આવે તો એ ફિલ્મ બ્લોકબસ્ટર હિટ થવાની શક્યતા વધી જાય છે. આ ફિલ્મ અંગેના અહેવાલો સંદર્ભમાં ટ્રેડના કેટલાક સૂત્રોએ ેએવો પણ પ્રત્યાઘાત આપ્યો હતો કે ટાઈગર ફ્રેન્ચાઈઝી અને પઠાણ બંનેમાં શાહરુખ અને સલમાન અરસપરસ એકશન રોલ કરવાના જ છે. દર્શકો તેમને ભલે કેમિયોમાં પણ સાથે જોઈ જ ચૂક્યા હશે. લગભગ એ જ સ્ટોરી લાઈન અને એ જ કલાકારોનું તે પછીના વષેે પુનરાવર્તન કરવામાં આવે એ બહુ મોટું કમર્શિઅલ રિસ્ક પણ છે. 

યશરાજ ફિલ્મ્સ દ્વારા આ ફિલ્મ અંગે કોઈ ઔપચારિક જાહેરાત કરવામાં આવી નથી. 



https://ift.tt/ARH2wej

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ