
- મૂળ સાઉથની ફિલ્મનું શ્રૂતિનું પાત્ર પલક ભજવશે
- સલમાન ખાન સાથેની ફિલ્મ પણ સાઇન કરી છે
મુંબઇ : શ્વેતા તિવારીની પુત્રી પલક તિવારી બોલીવૂડમાં ડેબ્યુ કરી રહી છે. પહેલા એવી વાત હતી કે, તે સલમાન ખાનની ફિલ્મ ભાઇજાન દ્વારા રૂપેરી પડદે ડેબ્યુ કરશે. પરંતુ હવે એવા સમાચાર છે કે, પલકની ડેબ્યુ ફિલ્મ રોમિયોસ ૩ હશે.
રોમિયોસ ૩ તમિલ ફિલ્મ એસ૩ ઉર્ફે સિંઘમ ૩ની હિંદી રીમેક છે. જેમાં સૂર્યા,અનુષ્કા શેટ્ટી અને શ્રુતિ હાસને કામ કર્યું હતું. આ પ્રોજેક્ટ સાથે જોડાયેલા એક સૂત્રે જણાવ્યુ ંહતુ ંકે, પલક તિવાની આ બન્ને ફિલ્મોમાં અલગ-અલગ ્વતારમાં જોવા મળવાની છે. જે ફિલ્મોના પરફોર્મન્સમાં તેને મહત્વ આપવામાં આવે તેવી જ ફિલ્મોમાં પલકને કામ કરવામાં રસ છે. રોમિયોએસ૩ની રીલિઝ તારીખ પર નિર્માતાઓની ચર્ચા-વિચારણા ચાલી રહી છે. તેથી સલમાનની ફિલ્મ કરતાં આ ફિલ્મ પહેલા રીલિઝ થશે.
પલકની હજુ એક પણ ફિલ્મ આવે તે પહેલાં તે પોતાના મ્યૂઝિક વીડિયો ઉપરાંત સોશિયલ મીડિયા પર સક્રિયતાને કારણે ચર્ચામાં રહે છે.
અગાઉ એવા પણ સમાચારો હતા કે સૈફ અલી ખાનના પુત્ર ઈબ્રાહિમ સાથે તેનું અફેર ચાલે છે. જોકે, નવા સમાચારો મુજબ તે હાલ આર્ચીસ ફિલ્મના હીરો વેદાંગ રૈના સાથે ડેટિંગ કરતી હોવાનું કહેવાય છે.
https://ift.tt/9DafxrQ
0 ટિપ્પણીઓ