Breaking News

લોડ થઈ રહ્યું છે...

મધુબાલા માટે બહેને ભારત રત્નની માગણી કરી

- સૌ કોઈ મધુબાલાના અપ્રતિમ સૌંદર્યના પ્રશંસક છે પરંતુ બોલીવૂડે મધુબાલાની યાદ જાળવવા કશું જ નથી કર્યું 

મુંબઈ


હિન્દી ફિલ્મ ઉદ્યોગના ઈતિહાસની સૌથી સૌંદર્યવાન અભિનેત્રીઓમાંની એક મનાતી મધુબાલાને ભારત રત્ન મળવો જોઈએ તેવી માગણી તેની બહેને કરી છે. મધુબાલાને ઉચિત સન્માન અપાવવા માટે બોલીવૂડ તરફથી કોઈ પ્રયાસો નહીં થયા હોવાનો અફસોસ પણ તેમણે વ્યક્ત કર્યો છે. 

જાણીતા ફિલ્મ સર્જક ઈમ્તિયાઝ અલએ મધુબાલાની બાયોપિક બનાવવાની ઈચ્છા પ્રગટ કરી છે. તે નિમિત્તે તેની બહેન મધુર ભૂષણે કહ્યું હતું કે મધુબાલાનો પરિવાર છેલ્લા પાંચ વર્ષથી તેમના પર બાયોપિક બનાવવા ઇચ્છે છે પરંતુ તેમાં અમને બહુ અડચણો નડી છે. જોકે, હવે આખરે સમગ્ર પરિવાર એક થઈ ગયો છે અને સૌએ સાથે મળીને આ બાયોપિકને આગળ વધારવાનું નક્કી કર્યું છે. 

આ નિમિત્તે તેમણે  કહ્યુ ંહતું કે મધુબાલાનાં સૌંદર્યની આજે પણ વાતો થાય છે.  તેને આટલી બધી પ્રસિદ્ધિ મળી. પરંતુ, અફસોસ એ છે કે તેમના નિધન પછી તેમની યાદને સંવારવા માટે બોલીવૂડે કશું જ નથી કર્યું. તાજેતરમાં કેટલાય ગાયક અને ગાયિકાઓએ સાથે મળીને સ્વ. લત્તા મંગેશકરને શ્રદ્ધાંજલિ આપી. એવી કોઈ ઈવેન્ટ પણ મધુબાલાના નામે નથી થઈ. મધુબાલાને ભારત રત્ન કેમ નહીં, કે પછી બીજું કોઈ સન્માન પણ કેમ નહીં તેવો સવાલ તેમણે ઉઠાવ્યો હતો. 

તેમણે સ્વીકાર્યું હતું કે જો તેમના પિતા અને દિલીપ કુમાર વચ્ચે કાનૂની તકરાર ના થઈ હોત તો મધુબાલાનાં લગ્ન દિલીપ કુમાર સાથે જ થયાં હોત. 

કિશોર કુમારે લગ્ન બાદ મધુબાલાની બહુ  કાળજી લીધી હતી તેમ જણાવતાં તેમણે કહ્યું હતું કે મધુબાલા સાથે લગ્ન કરવા માટ કિશોર કુમારે ઈસ્લામ ધર્મ અંગીકાર કરી લીધો હોવાની વાત સાચી નથી. કિશોરે જ મધુબાલાના પરિવારને તેની અસાધ્યા તબીબી હાલતના સમાચાર આપ્યા હતા.



https://ift.tt/6R4Nlsw

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ