Breaking News

લોડ થઈ રહ્યું છે...

Vivo સહિતની ચાઈનીઝ મોબાઈલ કંપનીઓના 40 સ્થળો પર EDનું સર્ચ ઓપરેશન

અમદાવાદ,તા.5 જુલાઈ 2022,મંગળવાર

ભારતમાં કારોબાર કરતી ચાઈનીઝ કંપનીઓ PMLA સંદર્ભે સરકારના રડારમાં છે. શાઓમી બાદ હવે ભારતમાં કારોબાર કરતી વધુ ચાઈનીઝ કંપનીઓ ઈડીના સકંજામાં આવી છે.

મંગળવારે સવારે પ્રાપ્ત માહિતી અનુસાર ઈડીએ ભારતમાં કારોબાર કરતી વીવો સહિતની ચાઈનીઝ કંપનીઓના અંદાજે 40 સ્થળો પર દરોડા પાડ્યા છે.

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) ચાઈનીઝ મોબાઈલ ફોન કંપનીઓ સાથે પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે જોડાયેલા દેશભરમાં 40થી વધુ સ્થળો પર સર્ચ કરી રહ્યું છે. તપાસ એજન્સીએ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA)ના ઉલ્લંઘન બદલ કંપનીઓ સામે આ કાર્યકાવાહી કરી હોવાનું શરૂઆતી તારણોમાં જાણવા મળી રહ્યું છે.

અગાઉ EDએ કથિત FEMA ઉલ્લંઘન માટે Xiaomiની સંપત્તિ જપ્ત કરી હતી. પરંતુ કર્ણાટક હાઈકોર્ટે આ આદેશ પર સ્ટે આપ્યો હતો. Xiaomiએ એફિડેવિટમાં આરોપ મૂક્યો હતો કે EDએ નિવેદનોના રેકોર્ડિંગ સમયે કંપનીના ટોચના અધિકારીઓ પર દબાણ કર્યું હતું. જોકે કેન્દ્રિય તપાસ એજન્સીએ કંપની દ્વારા લગાવવામાં આવેલા આરોપોને નકારી કાઢ્યા હતા.

EDની તપાસમાં સામે આવ્યું છે કે પેરેન્ટ કંપનીને રોયલ્ટી ચૂકવવાના બહાને શાઓમી દ્વારા ફંડ ડાયવર્ટ કરવામાં આવી રહ્યું છે.

છેલ્લા એક-દોઢ વર્ષથી ચાઈનીઝ મોબાઈલ ફોન કંપનીઓ ઈન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ, ઈડી અને અન્ય તપાસ એજન્સીઓના સ્કેનર હેઠળ છે.

Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/KO8ru7L https://ift.tt/wWUTIBL

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ