Detail Gujarati - ગુજરાતી માહિતી અને સમાચાર: હજીરાની કંપનીની રીસેપ્શનીસ્ટે લોનની લાલચમાં રૂ.12,500 ગુમાવ્યા

હજીરાની કંપનીની રીસેપ્શનીસ્ટે લોનની લાલચમાં રૂ.12,500 ગુમાવ્યા


- ઇન્સ્ટાગ્રામ પર બજાજ ફાઇનાન્સની જાહેરાત જોઇ લીંકમાં માહિતી અપલોડ કરીઃ કોલ કરનારે રૂ. 3 લાખની લોનની લાલચ આપી ખેલ કર્યો 

સુરત,તા.1 ઓગષ્ટ 2022,સોમવાર

હજીરા વિસ્તારની કંપનીની રીસેપ્શનીસ્ટે ઇન્સ્ટાગ્રામ પર બજાજ ફાઇનાન્સની જાહેરાત જોઇ લોન મેળવવાના પ્રયાસમાં ભેજાબાજોએ જુદા-જુદા ચાર્જીસના નામે રૂ. 12,500 પડાવી લઇ છેતરપિંડી કર્યાની ફરીયાદ હજીરા પોલીસમાં નોંધાય છે.

હજીરા વિસ્તારની કંપનીમાં રીસેપ્શનીસ્ટ તરીકે નોકરી કરતી દિવ્યાની જગદીશ પટેલ (ઉ.વ. 26 રહે. ટેકરા ફળીયું, સુવાલી, તા. ચોર્યાસી, જિ. સુરત) એ ગત મે મહિનામાં પોતાના ઇન્સ્ટાગ્રામ આઇડી પર બજાજ ફાઇનાન્સનની એડની લીંકમાં લોન રીક્વાયરની માહિતી સાથે પોતાનું નામ અને મોબાઇલ નંબર સહિતની માહિતી ફીલઅપ કરી હતી. માહિતી ફીલઅપ કર્યાના બે દિવસમાં દિવ્યાની પર બજાજ ફાઇનાન્સ કંપનીના લોન ડિપાર્ટમેન્ટમાંથી કોલ આવ્યો હતો અને તમને રૂ. 3 લાખ સુધીની લોન 4 ટકાના વ્યાજ દરે મળશે અને તેના માટે બેંક એકાઉન્ટનો ચેક, આધાર કાર્ડ, પાન કાર્ડ અને ફોટો વ્હોટ્એસ ઉપર મંગાવ્યા હતા. ત્યાર બાદ દિવ્યાનીને લોન એપ્રૃવનો લેટર મોકલાવી પ્રોસેસ ચાર્જ, ટીડીએસ, જીએસટી, ઇન્સ્યોરન્સ ટેક્સના નામે ઓનલાઇન એસબીઆઇ બેંકના એકાઉન્ટમાં રૂ. 12,500 ટ્રાન્સફર કરાવ્યા હતા. પરંતુ લોનની એમાઉન્ટ ટ્રાન્સફર નહીં થતા દિવ્યાનીએ બજાજ ફાઇનાન્સ કંપનીની ઓફિસમાં જઇ તપાસ કરતા ચિટીંગ થઇ હોવાનું જાણવા મળ્યું હતું.



https://ift.tt/aq92R4l from Daxin gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/6PAcxtS

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ