Detail Gujarati - ગુજરાતી માહિતી અને સમાચાર: કોંગ્રેસના વરિષ્ટ નેતાઓ રાહુલ ગાંધીને શા માટે પક્ષ પ્રમુખ બનાવવા માગે છે ?

કોંગ્રેસના વરિષ્ટ નેતાઓ રાહુલ ગાંધીને શા માટે પક્ષ પ્રમુખ બનાવવા માગે છે ?


- પક્ષે રાગા બ્રાન્ડને મજબૂત કરવી જોઈએ

- આ નેતાઓ માને છે કે રાહુલને 12 કરોડ મતદાતાઓનું પીઠબળ છે 2019માં કોંગ્રસને જે કૈં મત મળ્યા તે રાહુલને લીધે જ મળ્યા હતા

નવી દિલ્હી : કોંગ્રેસના વરિષ્ઠ નેતા મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું હતું કે, પાર્ટીના કાર્યકર્તાઓને લાગે છે કે રાહુલ ગાંધીએ જ પક્ષપ્રમુખ બનવું જોઈએ. આ સાથે પ્રશ્ન તે ઉપસ્થિત થાય છે કે કોંગ્રેસ ગાંધી પરિવાર અને વિશેષતઃ રાહુલ ગાંધીને જ પાર્ટીમાં ટોચના સ્થાને શા માટે જોવા માંગે છે.

કોંગ્રેસ પ્રમુખની ૧૯મી ઓક્ટોબરે ચૂંટણી યોજાવાની છે પાર્ટી દ્વારા ચૂંટણી કાર્યક્રમની પણ જાહેરાત કરી દેવામાં આવી છે જો કે, તે ચૂંટણીમાં રાહુલ ગાંધીની ઉમેદવારી અંગે સ્થિતિ સ્પષ્ટ નથી. તેવા સમાચારો મળ્યા છે કે રાહુલે તો પક્ષ પ્રમુખપદની ચૂંટણીમાં જ ઉભા રહેવાની ના કહી દીધી છે. તેથી પક્ષના વરિષ્ટ નેતાઓ તેમને તે માટે મનાવી રહ્યા છે.

તે સર્વવિદિત છે કે ૨૦૧૯ની લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસને મળેલા પરાજય પછી રાહુલ ગાંધીએ પક્ષ-પ્રમુખપદેથી ત્યાગપત્ર આપી દીધું હતું. તેથી સોનિયા ગાંધીએ અંતરિમ અધ્યક્ષપદ સંભાળ્યું.

કોંગ્રેસના વરિષ્ઠ નેતા મલ્લિકાર્જુન ખડગેએ રવિવારે જણાવ્યું હતું કે, પાર્ટીના તમામ કાર્યકરોને લાગે છે કે રાહુલ ગાંધીએ જ પક્ષપ્રમુખ બનવું જોઈએ.

હવે પ્રશ્ન તે છે કે શા માટે પાર્ટી ગાંધી પરિવાર અને વિશેષતઃ રાહુલને જ પક્ષમાં ટોચના સ્થાને જોવા ઇચ્છે છે. આ અંગે પ્રસાર માધ્યમો જણાવે છે કે, કોંગ્રેસના એક મહામંત્રીએ કહ્યું હતું કે, રાહુલને ૧૨ કરોડ મતદારોનું પીઠબળ છે. ૨૦૧૯ની લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસને જે કૈં મત મળ્યા હતા તે રાહુલ ગાંધીને લીધે મળ્યા હતા. કારણ કે તે ચૂંટણી જ રાહુલના નામે લડવામાં આવી હતી. વળી તે ચૂંટણીમાં રાહુલગાંધીને જેટલા મત મળ્યા હતા તેટલા મત અન્ય કોઈ પણ વિપક્ષી નેતાને મળ્યા ન હતા. હવે તે વૉટબેન્ક ઉપર જ કોંગ્રેસ પક્ષે ઉભા થવાનું છે. જ્યારે બ્રાન્ડ રાગા ઉપર હુમલા થતા હતા ત્યારે કોંગ્રેસના નેતાઓએ તો જવાબ આપ્યો ન હતો પરંતુ કાર્યકર્તાઓએ હંમેશા સ્પષ્ટ વલણ લીધું હતું. પાર્ટીમાં હવે સર્વ-સામાન્ય માન્યતા પ્રસરી રહી છે કે બ્રાંડ રાહુલને હવે મજબૂત કરવી પડે, કારણ કે તેમનો પ્રભાવ દેશભરમાં છે.



https://ift.tt/0zADOvb from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/dSqOAgM

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ