- કરોડોના નુકસાનથી નિર્માતાઓ ભારે વ્યથિત
- આમિરે નિર્માતા કંપનીને વિશ્વાસમાં લીધા વિના જ જાતે પોતાની રીતે ફિલ્મનું પ્રમોશન કર્યું હતું તે નડયું
મુંબઈ : આમિર ખાનની ૧૮૦ કરોડના બજેટમાં બનેલી લાલસિંહ ચઢ્ઢા ફિલ્મ સાવ ડબ્બામાં બેસી ગઈ છે તેના આફટરશોક્સ બોલીવૂડમાં વર્તાઈ રહ્યા છે. હવે આ ફિલ્મ મુદ્દે આમિર અને નિર્માતા કંપની વચ્ચે પણ તકરાર શરુ થઈ હોવાનું કહેવાય છે.
આમિરને પોતાની દરેક ફિલ્મમાં હદ બહાર માથું મારવાની ટેવ છે. કેટલીક વખત તો એમ કહેવાય છે કે આમિરની ફિલ્મમાં દિગ્દર્શકનું માત્ર નામ જ હોય છે બાકી તમામ નિર્ણયો આમિર જ કરે છે. પરફેક્શનને નામે તે પોતાની પસંદગીઓ અન્યો પર લાદે છે.
લાલ સિંહ ચઢ્ઢા બહુ બિગ બજેટ પ્રોજેકટ હોવાથી તેમાં વ્યવસાયિક જોખમ પણ બહુ મોટું હતું તેમ છતાં આમિર ખાને નિર્માતા કંપનીના સૂચનો સ્વીકારવાની પણ દરકાર કરી ન હતી. ખાસ કરીન ેફિલ્મનું પ્રમોશન કેમ્પેઇન તેણે એકલા હાથે પોતાની રીતે મનસ્વી પણે જ ચલાવ્યું હતું. કેટલાક ટીવી શોમાં તો આમિરનાં પ્રમોશન વિશે કોઈ નિર્ણય લેવાયો જ ન હતો પરંતુ આમિરે જાતે બારોબાર બધું નક્કી કરી લીધું હતું. આ ફિલ્મની નિર્માતા કંપનીના ગૂ્રપની પોતાની ટીવી ચેનલ છે પરંતુ આમિર તેમની હરીફ ચેનલના ટીવી શોમાં પણ જાતે ને જાતે પ્રમોશન કરવા પહોંચી ગયો હતો. ફિલ્મની પબ્લિસિટી કઈ એજન્સીને આપવી અને ક્યારે શું હાઈલાઈટ કરવું તે બધા નિર્ણયો આમિરે એકલાએ લીધા હતા. આમિરે ફિલ્મની નેગેટિવ પબ્લિસિટીને ખાળવા પણ કોઈ ખાસ જહેમત ઉઠાવી ન હતી.
જોકે, આમિર હાલ આ તકરારમાં સીધી રીતે સક્રિય થવાને બદલે લાંબા સમય માટે અમેરિકા જતો રહ્યો હોવાનું કહેવાય છે.
https://ift.tt/qV4hUCf from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/Jorp6TH
0 ટિપ્પણીઓ