
વડોદરા : અલકાપુરી સહિત ત્રણ સૃથળોએ આવેલા રા લિંક મોબાઇલ સ્ટોરમાં સેન્ટ્રલ જીએસટી વિભાગે ત્રણ દિવસ પહેલા પાડેલા દરોડામાં રૃ.૮.૫૦ કરોડની જીએસટી ચોરી પકડાઇ છે. આ કેસમાં સીજીએસટીએ રા લિંક મોબાઇલના સંચાલક પુષ્પક હરિશ મખીજાની (રહે.ઇસ્કોન હેબિટેટ, ગોત્રી-સેવાસી રોડ, વડોદરા)ની ાૃધરપકડ કરીને આજે કોર્ટમાં રજૂ કરતા કોર્ટે પુષ્પક મખીજાનીની જામીન અરજી ઉપર સુનાવણી શુક્રવાર પર મુલતવી રાખીને પુષ્પક મખીજાનીને જેલમાં મોકલી આપવા હુકમ કર્યો હતો.
ડિરેક્ટોરેટ જનરલ ઓફ ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સ ઇન્ટેલિજન્સ- વડોદરા રિજનલ યુનિટના ઇન્ટેલિજન્સ ઓફિસર નિમિત કપુરે પુષ્પક મખીજાનીની ાૃધરપકડ કરીને આજે સેસન્સ કોર્ટમાં ચિફ જ્યુડિશિઅલ મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કર્યો હતો. સીજીએસટી વિભાગે કોર્ટ સમક્ષ કરેલી અરજીમાં કેસની વિગતો આપી હતી કે પુષ્પક હરિશ મખીજાની ૧) રા લિંક, વિંડસર પ્લાઝા, અલકાપુરી, ૨) રા લિંક, મારૃતિાૃધામ સોસાયટી, હરણી રોડ અને ૩) સરકાર આઇ ફોન્સ, લાલ બહાદુર શાસ્ત્રી વિદ્યાલય સામે, કારેલીબાગ ખાતે શો રૃમ ાૃધરાવે છે અને વિવિાૃધ બ્રાન્ડના મોબાઇલ ફોન, ટેબલેટ અને સ્માર્ટ વોચનુ વેચાણ કરે છે. સીજીએસટી વિભાગને માહિતી મળી હતી કે પુષ્પક મખીજાની ગ્રે માર્કેટમાંાૃથી મોબાઇલ અને સ્માર્ટ વોચનો જથૃથો બિલ વગર જ ખરીદે છે અને બિલ વગર જ તેનું વેચાણ કરીને જીએસટીની ચોરી કરે છે.
તા.૧૯ સપ્ટેમ્બરના રોજ ઇસ્કોન હેબિટેટ, ગોત્રી સેવાસી રોડ પર આવેલા તેના નિવાસ સૃથાન અને ત્રણ શોરૃમ મળીને ચાર સૃથળોએ દરોડા પાડવામા આવ્યા હતા અને સર્ચ દરમિયાન પુષ્પકના લેપટોપમાંાૃથી બિન હિસાબી વેચાણની વિગતો મળી આવી હતી. છેલ્લા બે વર્ષમાં જુન-૨૦૨૦ાૃથી સપ્ટેમ્બર ૨૦૨૨ દરમિયાન પુષ્પક મખીજાનીએ રૃ.૮.૫૦ કરોડોની જીએસટી ચોરી કરી હોવાનો અંદાજ છે.
આ કેસમાં સરકારી વકીલ અનિલ દેસાઇએ દલીલો કરી હતી અને પુષ્પક મખીજાનીએ રજૂ કરેલી જામીન અરજીનો વિરોાૃધ કર્યો હતો જેના પગલે કોર્ટે પુષ્પકને જેલમાં મોકલી આપવા માટે હુકમ કર્યો હતો.
https://ift.tt/yHuJVn6
0 ટિપ્પણીઓ