- પુલના લીધે ચીનનું લશ્કર 12 કલાકનું અંતર ચાર કલાકમાં કાપી શકશે
ગલવાન ઘાટીમાં માર ખાધા પછી પણ ચીન હજી સુધર્યુ હોય તેમ લાગતું નથી. ચીન પેંગોંગ લેક પાસે ગેરકાયદેસર પુલ બનાવી રહ્યું છે. તેની ચોંકાવનારી સેટેલાઇટ ઇમેજ સામે આવી છે. આ તસ્વીરો પરથી ખબર પડે છે કે ચીન એલએસીની જોડે નવા માર્ગો, પુલ અને ટાવર્સ બનાવી રહ્યું છે. તેનું મોટાભાગનું બાંધકામ તે સ્થળ પર થઈ રહ્યુ છે જેના પર ચીને ૬૦ વર્ષ પહેલા ગેરકાયદેસર કબ્જો કર્યો હતો. ફોટોમાં બનતા માર્ગ સ્પષ્ટ દેખાઈ રહ્યા છે. પુલનો હિસ્સો પણ સ્પષ્ટ દેખાય છે. નવુ બાંધકામ લેકના દક્ષિણ કિનારાને રુટોગમાં ઉત્તરના કિનારા સાથે જોડશે, જ્યાં ચીનનું લશ્કર ગોઠવાયેલું રહે છે.
આ પુલ બનતા ચીનના લશ્કરને પહેલા જ્યાં પહોંચતા બાર કલાક લાગતા હતા ત્યાં તે ચાર કલાકમાં પહોંચી જશે. ચીનના નવા બાંધકામને જોઈને લાગે છે કે તે અગાઉના વખતની તકલીફોને અતિક્રમી જવા માંગે છે. તે સમયે ચીન તે ઊંચી જગ્યાએ પહોંચી શક્યું ન હતું જ્યાંથી દક્ષિણના હિસ્સાને અંકુશમાં લાવી શકાય. આ ઊંચાઈ પર ભારતીય જવાનો પહેલા પહોંચી ગયા હતા, જેના લીધે ચીને વાતચીત કરીને આ મડાગાંઠ ઉકેલવી પડી. ચીન હજી પણ પોતાની ખામીઓ પર કામ કરી રહ્યુ છે.
ચીન પેંગોગ લેક પર પુલ બનાવવાની સાથે અહીં ઇલેક્ટ્રોનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ મજબૂત બનાવી રહ્યું છે. સ્પેસ ફર્મ મેક્સાર ટેકનોલોજીસના તાજા ફોટો બતાવે છે કે સરોવરના દક્ષિણી ભાગમાં ચીને રસ્તાનો કેટલોક હિસ્સો તૈયાર કરી લીધો છે. જ્યારે બાકીના પર કામ ચાલુ છે. આમ કામ કરવા માટે હેવી મશીનરી ત્યાં પહોંચાડવામાં આવી રહી છે. નવા રસ્તાની મદદથી હેવી મિલિટરીને ઝડપથી એકથી બીજા સ્થળે લાવી શકાય છે. ચીન દ્વારા બનાવવામાં આવતો પુલ લગભગ એક વર્ષથી બની રહ્યો છે. તેના વર્તમાન માર્ગથી બીજા માર્ગ સાથે જોડવાની તૈયારી છે.
Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/EVzxYhc https://ift.tt/TEM97rH
0 ટિપ્પણીઓ