Detail Gujarati - ગુજરાતી માહિતી અને સમાચાર: વિરમગામ-માલવણ હાઇવે પર ૨૦ લાખનો દારૂ-બિયર ભરેલો ટ્રક ઝડપાયો

વિરમગામ-માલવણ હાઇવે પર ૨૦ લાખનો દારૂ-બિયર ભરેલો ટ્રક ઝડપાયો

અમદાવાદ

અમદાવાદ ગ્રામ્યની લોકલ ક્રાઇમ બ્રાંચના સ્ટાફે રવિવારે મોડી રાત્રે વિરમગામ-માલવણ હાઇવે પર રૂપિયા ૨૦ લાખની કિંમતનો વિદેશી દારૂ અને બિયર ભરેલી ટ્રકને ઝડપીને ટ્ક ડ્રાઇવર  અને ક્લીનરની ધરપકડ કરીને વધુ તપાસ  હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં દારૂનો જથ્થો રાજસ્થાનથી કચ્છ લઇ જવામાં આવી રહ્યો હતો. અમદાવાદ ગ્રામ્ય એલસીબીના સ્ટાફને રવિવારે બાતમી મળી હતી કે રાજસ્થાન પાર્સિગની એક ટ્રકમાં દારૂનો મોટો જથ્થો કચ્છ તરફ લઇ જવામાં આવી રહ્યો છે. જેના આધારે પોલીસે વિરમગામ-માલવણ હાઇવે પર રહેમલપુર ગામના પાટીયાપાસે એક ટ્રકને રોકીને તપાસ કરતા તેમાં અન્ય માલસામાનની આડમાં છુપાવેલો દારૂ અને બિયરનો જથ્થો મળી આવ્યો હતો.  જેમાં તપાસ કરતા કુલ ૬૦૮ પેટી ભરેલી દારૂ અને બિયરની ૭૬૦૦ જેટલી બોટલ અને ટીન મળી આવી હતી. જે અંગે   ડ્રાઇવર ચુનીલાલ જાટ અને ક્લીનર પ્રભુરામ જાટની પુછપરછ કરતા તેમણે જણાવ્યું હતું કે તેમને બાડમેર પાસેથી દારૂ ભરેલી ટ્રક ત્રાહિત વ્યક્તિએ આપી હતી અને દારૂ કચ્છ પહોંચાડવાનું કહેવામાં આવ્યું હતું. ત્યાં પહોંચ્યા બાદ રાજસ્થાન કોલ કરીને દારૂની ડીલેવરી લેનારનો મોબાઇલ નંબર લઇને તેને જાણ કરવામાં આવી હતી.  જે અંગે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.



https://ift.tt/dNhMBpJ

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ