નવી દિલ્હી, 7 સપ્ટેમ્બર,2022,બુધવાર
દુબઇમાં આયોજીત 20 ફોર્મેટ ક્રિકેટ એશિયા કપમાં શ્રીલંકાએ ભારતને હરાવી દેતા ભારતીય ક્રિકેટ ચાહકોમાં સોંપો પડી ગયો છે. પહેલા પાકિસ્તાન અને હવે શ્રીલંકા સામે એમ સતત બે હાર થવાથી ભારતની ફાઇનલમાં પહોંચવાની આશા પર પાણી વળ્યું છે. ટેલેન્ટેડ અને મજબૂત ગણાતી ભારતીય ક્રિકેટ ટીમનું પ્રદર્શન અપેક્ષા કરતા ઉર્ણુ ઉતર્યું છે. જેને અંડર ડોગ સમજવામાં આવે છે તે પાકિસ્તાનની ટીમ સ્પર્ધામાં વધુ મજબૂત બની છે. આમ તો જો અને તો ના આધારે કોઇ પણ ટીમ સ્પર્ધામાં આગળ વધી શકે છે એ રીતે ભારતને પણ ધુંધળી પણ તક છે.
ભારતની વાત કરીએ તો હવે અફઘાનિસ્તાનને હરાવવું જ પડશે એટલું જ નહી પાકિસ્તાન હવે પછીની બંને મેચ હારી જાય તેવી પણ આશા રાખવી પડશે.ભારતની ટીમ અફઘાનિસ્તાનને હરાવી દે તો પણ પાકિસ્તાનના પ્રદર્શન પર ભારતની આશા રહેલી છે. સુપર ફોરમાં પાકિસ્તાન અને શ્રીલંકા સામે હાર્યા પછી ભારતની સ્થિતિ જો અને તો જેવી થઇ છે. બીજી ટીમોના પ્રદર્શન પર આશા ટકી છે. જો કે કઇ ટીમ આગળ વધશે તેમાં રન રેટનો મોટો ફાળો રહેશે.
પાકિસ્તાને અફઘાનિસ્તાન અને શ્રીંલકા સામેની બંને મેચો જીતવી જરુરી છે. કમસેકમ એક મેચ જીતવી પડશે એટલું જ નહી અફઘાનિસ્તાન અને શ્રીલંકા કરતા બહેતર નેટ રન રેટ મેળવવી પડશે. જો પાકિસ્તાન બંને મેચ હારી જાય તેવા સંજોગોમાં ભારત અફઘાનિસ્તાનને હરાવે ત્યાર પછી નેટ રનરેટ સારી રહેવી જરુરી છે. અન્યથા પાકિસ્તાનને તક રહેલી છે. પાકિસ્તાન પાસે મજબૂત બોલિંગ લાઇન અપ જોતા અફઘાનિસ્તાન જીતી જાય તેવી શકયતા ઓછી છે. એક વાત નકકી છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચે ફાઇનલ રમાય તેની પ્રેક્ષકો રાહ જોઇ રહયા હતા પરંતુ હવે બંને દેશો ટકરાય તેમ જણાતું નથી.
https://ift.tt/rFfHs8z from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/P0QrkNj
0 ટિપ્પણીઓ