ગુજરાતી માહિતી અને ન્યૂઝ

Breaking News

લોડ થઈ રહ્યું છે...

માલધારીઓએ દુધનો પુરવઠો અટકાવતા વેપારીઓએ લીટર દીઠ ૧૦ રૂપિયા વધારે વસુલ્યા

અમદાવાદ

ગૌવંશના કાયદાના વિરોધને લઇને સમગ્ર રાજ્યમાં માલધારીઓ દ્વારા સમગ્ર રાજ્યમાં  વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જેના ભાગરૂપે બુધવારે  દૂધનું વેચાણ નહી કરવા અને ડેરીમાં દૂધ નહી આપવાનો નિર્ણય કર્યો હતો. જેના કારણે મંગળવારે સાંજ થી મોડી રાત સુધી દૂધ લેવા માટે લોકોની લાઇનો લાગી હતી.  આ સમયે કેટલાંક વેપારીઓએ ગ્રાહકોની મજબુરીનો ગેરલાભ લઇને લીટર દીઠ ૧૦ રૂપિયા વધારે વસૂલ્યા હતા. માલધારીઓના આંદોલનના કારણે બુધવારે દૂધ નહી મળે તેવો મેસેજ સોશિયલ મિડીયામાં ફરતો થતા મંગળવારે સાંજથી દુકાનોમાં દૂધ ખરીદવા માટે ભીડ જોવા મળી હતી. મોડી રાત્રે અમુલનું દૂધ આવતા લોકોએ દૂઘ ખરીદવા માટે અફરાતફરી કરી મુકી હતી. હાલ શ્રાદ્ધ ચાલતા હોવાથી દૂઘની માંગ પણ વધારે રહે છે. જો કે અનેક લોકોને પુરતુ દૂધ મળ્યું નહોતું. જેથી થોડી ખીર બનાવીને શ્રાદ્ધ કર્યું હતું.   બીજી તરફ કેટલાંક દૂધના વેપારીઓએ દૂધની અછતનો ગેરલાભ લઇને છુટક દૂધથી લઇને અમૂલ દૂધમાં લીટર દીઠ ૧૦ રૂપિયા સુધી વધારે વસુલ્યા હતા. વેજલપુરમાં રહેતા એક વ્યક્તિએ જણાવ્યું કે તેમના પિતાનું પ્રથમ શ્રાદ્ધ હોવાને કારણે તેમના અનેક સંબધીઓ આવ્યા હતા. જો કે પાંચ લીટર દૂધની જરૂરિયાત હતી. જો કે એક જ લીટર દૂૂધ આપ્યા બાદ વેપારીએ અમૂલ ગોલ્ડની આઠ થેલી આપવાનું કહીને લીટર દીઠ ૧૦ રૂપિયા વધારે લીધા હતા. આ સાથે દૂધની ડીલેવરી આપતી કંપનીઓએ બુધવારે દૂધ નહી મળી શકે તેવા મેસેજ ગ્રાહકોને  મોડેથી કર્યા હતા. જેથી અનેક લોકોની સવાર દૂધ વિના પડી હતી.



https://ift.tt/XRCbzF2

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ