
તા. 19ના મોદી રાજકોટના લાઈટહાઉસ, બ્રિજના લોકાર્પણ માટે આવશે : હોસ્પિટલ ચોક, નાનામવા, રામાપીર ચોકના બ્રિજે વાહન વ્યવહાર ચાલુ થશે, શુક્રવારે રાજકોટના 3526 આવાસો લોકોને અર્પણ થશે
રાજકોટ, : આવતીકાલે ગુજરાત આવતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી તા. 30ને શુક્રવારે અમદાવાદ મેટ્રોના પ્રથમ તબક્કાનું લોકાર્પણ કરવાના છે તેની સાથે રાજકોટમાં આવાસોનું ઓનલાઈન ઈ-લોકાર્પણ પણ કરશે જ્યારે તા. 11ના તેઓ રાજકોટ જિલ્લાના જામકંડોરણાની મુલાકાતે આવે છે. ત્યારબાદ તા. 19ના તેમનો રાજકોટ મુલાકાતનો કાર્યક્રમ ઘડાઈ રહ્યો છે જે દિવસે શહેરમાં દેશમાં સૌ પ્રથમવાર ટનલ ફોર્મવર્ક ટેકનોલોજીથી બનેલા 1144 આવાસોનું લોકાર્પણની સાથે લાખો લોકો જેની લાંબા સમયથી રાહ જુએ છે તે ત્રણ ઓવરબ્રિજ પણ વડાપ્રધાનના હસ્તે ખુલ્લા મુકાશે.
મહાપાલિકા સૂત્રો અનુસાર રાજકોટમાં રૂ।. 334.33 કરોડના ખર્ચે 3526 આવાસોનું છ સ્થળે નિર્માણ થયું છે. જેમાં ઈસ્ટઝોનમાં 1538, વેસ્ટઝોનમાં સ્પીડવેલ પાર્ટીપ્લોટ પાસે 144, પાળ રોડ 52,684, તથા મધ્યમવર્ગ માટેના 272 આવાસો, નાનામવા રોડ પર 260, શીતલપાર્ક પાસે 448 સહિત આવાસોનું લોકાર્પણ કરાશે. આ ઉપરાંત રૂડા વિસ્તારમાં 1958 આવાસોની કામગીરી પૂર્ણ થઈ છે જેનું પણ તા.૩૦ના વડાપ્રધાનના હસ્તે ઈ-લોકાર્પણ થશે. નવરાત્રિમાં 816 આવાસોના લાભાર્થીને ગૃહપ્રવેશ કરાશે.
ત્યારબાદ સંભવત: તા. 19ના વડાપ્રધાન લાઈટહાઉસની સાથે રાજકોટમાં (1) હોસ્પિટલ ચોકમાં થ્રી આર્મ ફ્લાયઓવર , રીંગરોડ પર (2) નાનામવા ચોકમાં ફ્લાયઓવર અને (3) રામાપીર ચોકમાં ફ્લાયઓવરનું પણ લોકાર્પણ કરશે. આ માટે મંચ કાર્યક્રમ યોજવા મનપા દ્વારા અત્યારથી જ રસ્તાની મરમ્મત સહિત તડામાર તૈયારીઓ હાથ ધરાઈ છે. ઉલ્લેખનીય છે કે લાઈટહાઉસ પ્રોજેક્ટમાં 1144 આવાસોનું મોનીટરીંગ કેન્દ્ર સરકાર અને ખુદ વડાપ્રધાન કરે છે અને તેઓએ બે વખત ડ્રોન કેમેરાથી કામની પ્રગતિની સમીક્ષા પણ કરી છે.
https://ift.tt/qbHAX41
0 ટિપ્પણીઓ