Detail Gujarati - ગુજરાતી માહિતી અને સમાચાર: આસામમાં ગેરકાયદે મદ્રેસા પર બુલડોઝર ચલાવાયું : આતંકી કનેકશન સાબિત થતાં કાર્યવાહી અનિવાર્ય બની

આસામમાં ગેરકાયદે મદ્રેસા પર બુલડોઝર ચલાવાયું : આતંકી કનેકશન સાબિત થતાં કાર્યવાહી અનિવાર્ય બની


- બોંગાઈ જિલ્લાનાં કબાઈટરી ગામની મદ્રેસાના શિક્ષકોના 'અલ-કાયદા' સાથેના વ્યવહારો છતાં કરતા દસ્તાવેજો મળી આવ્યા

ગુવાહત્તી/નવી દિલ્હી : આસામની હિમંત બિસ્વા સરમા સરકારે આતંકી સંગઠનો ઉપર કડક પગલાં લેવા શરૂ કર્યા છે. આસામની કેટલીએ મદ્રેસાઓને સંદિગ્ધ આતંકી લિંક હોવાનું માલૂમ થતાં તે મદ્રેસાઓ ઉપર કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. રાજ્યનાં બોંગાઈ ગામ જિલ્લામાં આવેલા કબાઈટરી ગામની 'મરહજ-ઉલ-મા-આરિફ-કવારિયા'ની મદ્રેસાને બુધવારે બુલડોઝર ચલાવી તોડી નાખવામાં આવી હતી. તેની સાથે સંલગ્ન તેવા ઈમામ અને મદ્રેસાના શિક્ષકો સહિત ૩૭ લોકોની ધરપકડ પછી આસામ સરકારે આ પગલું ભર્યું છે.

મદ્રેસા તોડતાં પહેલાં તેને ખાલી કરાવાઈ હતી. તેના વિદ્યાર્થીઓને બીજી જગ્યાએ ફેરવવામાં આવ્યા હતા. તે પછી પોલીસે મદ્રેસાની અંદર તપાસ શરૂ કરી તો તેમાં કટ્ટરપંથીઓ સાથે સંકળાયેલા દસ્તાવેજો મળી આવ્યા હતા. જેમાં અલ-કાયદા સાથે પણ જોડાયેલા દસ્તાવેજો હતા.

આ પૂર્વે સોમવારે આસામના બારપેટ જિલ્લાનાં ઢકલિયાપારા ઈલાકામાં આવેલી 'શેખ-ઉલ-હિન્દ-મહમ્મદ-ઉલ-હુદા' નામની એક મદ્રેસા પર બુલડોઝર ચલાવવામાં આવ્યું હતું.

આવી ઘટનાઓ અંગે પોલીસે તપાસ હાથ ધરતાં જાણવા મળ્યું છે કે ભારતીય ઉપ-મહાદ્વિપ અને બાંગ્લાદેશ સ્થિત આતંકવાદી જૂથ અંસાર-ઉલ-બાંગ્લા-ટીમ (એબીટી) સાથે તે મદ્રેસાઓને સંબંધ પણ છે.



https://ift.tt/hnlcf3d from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/8x5wODC

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ