Breaking News

લોડ થઈ રહ્યું છે...

બેગ દે દે કહી ગળુ પકડી યુવકને માર મારી ધોળા દિવસે રૃપિયા રૃા.૧.૩૦ની લૂંટ

અમદાવાદ,મંગળવાર

દિવાળીનો તહેવાર નજીક આવતા ચોર અને લૂંટારુ ટોળકી સક્રિય બની રહી છે અને નિર્દોષ લોકોને માર મારીને  લૂંટ ચલાવી રહી છે, નિકોલ રિંગ રોડ ઉપરથી યુવક ગઇકાલે સવારે બાઇક લઇને પસાર થતો હતો. આ સમયે રિક્ષામાં આવેલા શખ્સોએ યુવકને રોકીને માર મારીને તેની પાસેથી રૃા. ૧.૨૦ લાખ રોકડા અને લેપટોપ સહિત રૃા. ૧.૩૦ લાખની મત્તાની લૂંટ ચલાવી હતી. નિકોલ પોલીસે લૂંટનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

બાઇક આગળ રિક્ષા ઉભી રાખી યુવકને મારમારી બાઇકની ચાલી કાઢી લઇ બેગ લૂંટયા બાદ ધક્કો મારી રિક્ષામાં આરોપી ભાગી ગયા

આ કેસની વિગત એવી છે કે નરોડા ગેલેક્સી સિનેમા પાસે પંચવટી રો-હાઉસમાં રહેતા અને  અસલાલી ખાતે ખાનગી કંપનીમાં નોકરી કરતા રાજેન્દ્રસિંહ રઘુનાથસિંહ ચૌહાણ (ઉ.વ.૩૩) ગઇકાલે સવારે ૧૦ વાગે બાઇક લઇને રિંગ રોડ ઉપરથી અસલાલી ઓફિસે જતા હતા આ સમયે નિકોલ વિસ્તારમાં વસાણી પાર્ટી પ્લોટ પાસે અચાનક રિક્ષા ચાલકે તેમને રોક્યા હતા અને રિક્ષામાંથી એક શખ્સે ઉતરીને યુવકનું ગળુ પકડીને બેગ દે દે કહ્યું હતું, યુવકે  પ્રતિકાર કરીને બેગ આપવાનો ઇન્કાર કર્યો હતો જેથી યુવકને માર મારીને બેગની લૂંટ ચલાવી હતી અને યુવકને ધક્કો મારીને નીચે પાડી દીધા બાદ બાઇકની ચાવી કાઢી લીધી હતી અને બાઇક નીચે પાડીને રિક્ષામાં આરોપીઓ નાસી ગયા હતા. બેગમાં રોકડા રૃા. ૧.૨૦ લાખ તથા રૃા. ૧૦,૦૦૦ની કિંમતના લેપટોપ સહિત કુલ રૃા. ૧.૩૦ લાખની મત્તાની લૂંટ ચલાવી હતી. આ બનાવ અંગે નિકોલ પોલીસે લૂંટનો ગુનો નોંધીને સીસીટીવી ફૂટેજ આધારે રિક્ષા ચાલકની શોધખોળ હાથ ધરી છે.



https://ift.tt/Y53hu2A

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ