- બોટાદ જિલ્લામાં સમર્પણ બૂથની નવતર પહેલ
- બૂથમાં દરેક મતદાતાઓનું પુષ્પ આપી અભિવાદન થશે તેમજ પ્રશસ્તિપત્ર પણ એનાયત કરાશે
બોટાદ: બોટાદ જિલ્લામાં નાગરિકો વિધાનસભાની ચૂંટણીમાં મતદાન કરવા પ્રેરાય તે માટે અનેકવિધ આયોજનો કરાઈ રહ્યા છે. જિલ્લામાં મહત્તમ મતદાન થાય તે હેતુથી જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરના વડપણ હેઠળ ચૂંટણી તંત્રએ બોટાદ જિલ્લામાં સમર્પણ બૂથની નવતર પહેલ હાથ ધરી છે. જે અંતર્ગત ગઢડા વિધાનસભા મતદાર વિભાગમાં 4 અને બોટાદ વિધાનસભા મતદાર વિભાગમાં 2 મળીને કુલ 6 સમર્પણ બૂથ કાર્યરત કરાશે.
બોટાદ જિલ્લામાં આ વખતે એક અભિનવ અભિગમ અન્વયે નવતર પહેલ હાથ ધરવામાં આવી છે. ગત વિધાનસભાની સામાન્ય ચૂંટણીમાં ઓછું મતદાન થયું હોય તેવા વિસ્તારોમાં સમર્પણ બૂથ કાર્યરત કરવામાં આવશે. નાગરિકો લોકશાહીને સમપત થઈને મતદાન કરે તે હેતુથી આ આયોજન કરવામાં આવ્યું છે. પ્રત્યેક સમર્પણ બૂથમાં નોડલ ઓફિસર્સની નિમણૂક કરવામાં આવી છે. જેઓ મતદાર વિભાગમાં જઈને લોકોને મહત્તમ મતદાન માટે અનુરોધ કરશે. ઉપરાંત જિલ્લા ચૂંટણી અધિકારી તરફથી તમામ મતદારોને મતદાન કરવા અપીલ કરતા પત્રો એનાયત કરવામાં આવી રહ્યા છે. સમર્પણ બૂથ ખાતે મતદાન કરવા આવનાર નાગરિકોનું પુષ્પ આપી અભિવાદન કરાશે તેમજ જિલ્લા કલેક્ટરની સહી કરેલો પ્રશસ્તિપત્ર પણ એનાયત કરાશે. ગઢડા વિધાનસભા મતદાર વિસ્તારમાં લીમડા,પ્રાથમિક શાળા, વીરડી,પ્રાથમિક શાળા, રાજપરા(ભાલ) પ્રાથમિક શાળા તેમજ મેઘવદર, ગ્રામસમાજ વાડી ખાતે સમર્પણ પોલીંગ સ્ટેશનો કાર્યરત થશે. જયારે બોટાદ વિધાનસભા મતદાર વિસ્તારમાં સજેલી, પ્રાથમિક શાળા અને નાની વિરવા, પ્રાથમિક શાળા ખાતે સમર્પણ પોલીંગ બૂથનું નિર્માણ કરવામાં આવશે.
https://ift.tt/RHTxo97
0 ટિપ્પણીઓ