Detail Gujarati - ગુજરાતી માહિતી અને સમાચાર: પેટ્રોલ પંપના માલિકનો પરિવાર સાથે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ

પેટ્રોલ પંપના માલિકનો પરિવાર સાથે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ

 વડોદરા, ગોરવા વિસ્તારમાં રહેતા પેટ્રોલ પમ્પના માલિકના આખા પરિવારે ઝેર ગટગટાવીને સામૂહિક આપઘાતનો પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ તેઓની તબિયત બગડતા જાતે જ કાર લઇને સયાજી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ થઇ ગયા હતા. હાલમાં તેઓની હાલત સ્થિર છે. પ્રાથમિક તપાસ દરમિયાન વેપારીને ૬ કરોડનું દેવું થઇ જતા જીવન ટૂંકાવવાનો નિર્ણય કર્યો હોવાનું બહાર આવ્યું છે.

ે પેટ્રોલ પંપ ચલાવતા વેપારીએ ગઇકાલે સાંજે ૪ વાગ્યે પોતાના ઘરે પરિવાર સાથે ઝેર ગટગટાવી લીધું હતું. સાંજે સાડા સાત વાગ્યે તેઓ કાર લઇને પરિવાર સાથે વતન દાહોદના સુખસર ગામે જવા નીકળ્યા હતા.


https://ift.tt/WDQkrun
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/GOejrnx
via IFTTT

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ