Kutch News: રસ્તે રખડતો છોડી દેવાયેલ ગોવંશ જ્યારે એઠવાડ કે પ્લાસ્ટિકની થેલીઓમાં ફેંકી દેવાયેલ ખાધ પદાર્થ ખાય અને શેરીઓમાં ગમે ત્યાં પોદળા કરે તે સ્વભાવિક રીતે જ દુર્ગંધ કરે અને એટલે જ સામાન્ય રીતે ગોબરનું નામ સાંભળતાં જ લોકોને સુગ ચડે. પરંતુ વગડામાં ચરતી અને ઘાસચારા તથા દાણખાણ સાથે ગૌશાળામાં જેનું સારી રીતે પાલનપોષણ થાય એ ગાયનાં તાજાં ગોબરમાં દુર્ગંધ નહીં પણ સાત્વિક સુગંધ આવે છે. તેમાં પ્રમાણસર તાજું દુધ, દહીં, ઘી, ગૌમુત્ર સહિતના પંચગવ્ય અને ચંદન પાવડર સહિતની વસ્તુઓનું મિશ્રણ કરીને શાસ્ત્રોક્ત વિધિ સાથેનો મહિમા સમજીને તેનું પદ્ધતિસર સ્નાન કરવામાં આવે ત્યારે સુગ તો દુર થાય જ છે. સાથે તેના ખુબ મોટા શારીરિક લાભ સાથે મનને પણ શાંતિ અને પ્રસન્નતાનો અનુભવ થાય છે.
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની ગૌ સેવા ગતિવિધિ-પશ્ચિમ કચ્છ અને રામપર વેકરા સ્થિત તપોવનધામના સંયુક્ત આયોજનથી આવો જ અનોખો પ્રયોગ થયો હતો.
https://ift.tt/lo02Zcm
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/5ZGXMW6
via IFTTT
0 ટિપ્પણીઓ