Breaking News

સમાચાર
લોડ થઈ રહ્યું છે...

બેન્ક ઓફિસરની ઓળખાણ આપી વિધવાના 9 લાખના દાગીના પડાવી લેનાર બે ઠગ પકડાયા

વડોદરાઃ બેન્ક ઓફિસરની ઓળખ આપી વિધવા મહિલાને તેમના પતિના ખાતામાંથી ૯લાખ પરત અપાવવાના નામે દાગીના ઉતારી ફરાર થયેલા બંને ઠગને છાણી પોલીસે ઝડપી પાડયા છે.

દુમાડમાં રહેતા મધુબેન ચાવડા ગઇ તા.૧૧મીએ છાણીની બેન્ક ઓફ બરોડાની બ્રાન્ચમાં એન્ટ્રી પડાવીને બહાર રિક્ષા માટે ઉભા હતા તે દરમિયાન બે ગઠિયા બેન્ક ઓફિસર બનીને આવ્યા હતા.તેમણે મહિલાના પતિના  બેન્ક ખાતામાં ૯ લાખ છે અને તેમાંથી અઢીલાખ તાત્કાલિક અપાવશે તેમ કહી ફોટો પડાવવા કમાટીબાગ લઇ દઇ કાનમાં પહેરેલા દાગીના ઉતારી લીધા હતા.

બનાવને પગલે એસીપી ડીજે ચાવડાએ સીસીટીવી ફૂટેજને આધારે તપાસ કરી ટીમ મારફતે આસિફખાન મહેબુબખાન પઠાણ (ધૂળેટા ગામ,ઉમરેઠ,આણંદ) અને સલીમ ઇબ્રાહીમભાઇ મલેક(વડોદરી ભાગોળ, સાવલી,વડોદરા)ને ઉમરેઠથી ઝડપી પાડી દાગીના અને સ્કૂટર કબજે લીધા છે.


https://ift.tt/ufx7A1h
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/WQe09fi
via IFTTT

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ