Breaking News

સમાચાર
લોડ થઈ રહ્યું છે...

લક્ઝરી કારો સાથે નબીરાઓના સીન સપાટા , પોલીસે કાયદાનું ભાન કરાવ્યું



સોશિયલ મીડિયા પર ફેમસ થવા સ્કોર્પિયો કાર લઇ 12 જેટલા નબીરાઓ દ્વારા રિલ્સ બનાવી સોશિયલ મીડિયા ઉપર વાયરલ કરવામાં આવી હતી. ફિલ્મી સ્ટાઇલમાં તમામ કાળા કલરની કારના કાફલા સાથે નબીરાઓએ સ્ટંટ કર્યો હતો. જે વીડિયો વાયરલ થતા પોલીસે નવ નબીરાઓને ઝડપી પાડી કાયદાનો પાઠ ભણાવ્યો હતો.

સોશિયલ મીડિયામાં હાલ સ્ટંટ કરવાનો ક્રેઝ જોવા મળી રહ્યો છે. યુઝર્સ ફેમસ થવા સહિતના કારણોસર રીલ બનાવી સોશિયલ મીડિયામાં અપલોડ કરે છે. ત્યારે નવલખી મેદાન ખાતે ગઈકાલે 12 જેટલા યુવાનોના ગ્રુપે કારનો કાફલો લઈ હેલીપેડ ખાતે ચક્કર લગાવ્યા હતા. તેઓ સાથે લાકડાનો ડંડો તથા ખુરશી પણ હતા.


https://ift.tt/UA64L2E
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/Yrh6vIC
via IFTTT

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ