Breaking News

સમાચાર
લોડ થઈ રહ્યું છે...

નશાની હાલતમાં બે શખ્સોએ વેપારીના મોપેડને નુકસાન પહોંચાડ્યું


ખોડીયારનગર ખાતે રહેતા પ્રજ્ઞેશકુમાર દોશી વાઘોડિયા રોડ સવિતા હોસ્પિટલ નજીક કાન્હા લક્ઝરીયસ કોમ્પ્લેક્સમાં શ્રીજી પાન એન્ડ ટી સ્ટોલ નામની દુકાન ધરાવે છે. તેમણે ફરિયાદમાં કહ્યું હતું કે, ગઈકાલે રાત્રે વિશ્વેશ માછી નામનો શખ્સ નશાની હાલતમાં દુકાને આવ્યો હતો. અને "દુકાન બંધ કરી દે નહીં તો તોડફોડ કરીશ" તેવી ધમકી આપી હતી. ત્યારબાદ અપશબ્દો કહી મારી એકટીવાને નુકસાન પહોંચાડ્યું હતું. વિશ્વેશ માછીના મિત્ર વીરુએ મારી ઉપર પથ્થરનો ઘા કર્યો હતો. જેથી મેં પોલીસ કંટ્રોલમાં ફોન કરતા બંને શખ્સો "તારાથી થાય તે કરી લેજે" તેમ કહી નાસી છૂટ્યા હતા. ઉક્ત ફરિયાદના આધારે કપૂરાઈ પોલીસે બંને આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.


https://ift.tt/YNvakAy
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/EinGQvh
via IFTTT

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ