વડોદરાઃ અમદાવાદની સેવન્થ ડે સ્કૂલમાં વિદ્યાર્થીની અન્ય વિદ્યાર્થી દ્વારા કરવામાં આવેલી હત્યા બાદ શાળાઓમાં વિદ્યાર્થીઓની સુરક્ષા અંગે વાલીઓ ચિંતિત છે.જેની વચ્ચે વડોદરા પોલીસ દ્વારા આજે સ્કૂલોમાં સુરક્ષા માટે સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં સ્કૂલોના ૬૦૦ કરતા વધારે પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા.
વડોદરા પોલીસે સ્કૂલો, વાલી મંડળ, સિક્યુરિટી એજન્સીઓના પ્રતિનિધિઓને સુરક્ષા માટેની જરુરી ગાઈડ લાઈન પૂરી પાડી હતી.વડોદરા પોલીસ કમિશનરના અધ્યક્ષ સ્થાને યોજાયેલા કાર્યક્રમમાં અપાયેલા સૂચનો પ્રમાણે સ્કૂલોએ શાળા સંકુલમાં અવર જવર કરતા દરેક વ્યક્તિ પર નજર રાખવી, સાથે સાથે ં શૈક્ષણિક અને બિન શૈક્ષણિક સ્ટાફની સાથે સુરક્ષા ગાર્ડ અને સફાઈ કામદારોનું પોલીસ વેરિફિકેશન કરાવવું જરુરી છે.
https://ift.tt/96b4QWj
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/hFYN6zk
via IFTTT
0 ટિપ્પણીઓ