Detail Gujarati - ગુજરાતી માહિતી અને સમાચાર: ઉનાળા દરમિયાન આગના બનાવ રોકવા ફાયર સેફ્ટી સાથે ઈલેક્ટ્રીકનો સર્વે કરવા સૂચન

ઉનાળા દરમિયાન આગના બનાવ રોકવા ફાયર સેફ્ટી સાથે ઈલેક્ટ્રીકનો સર્વે કરવા સૂચન


- લાઈટ એન્ડ ફાયર કમિટીના અધ્યક્ષએ વીજ કંપનીના અધિકારીને સાથે રાખી કામગીરી કરવા જણાવ્યું

સુરત,તા.15 એપ્રિલ 2022,શુક્રવાર

સુરતમાં ઉનાળાની શરૂઆત સાથે આગના બનાવમાં શોર્ટસર્કિટનું કારણ બહાર આવી રહ્યું છે. આવા બનાવ રોકવા માટે પાલિકાના ફાયર વિભાગ અને વીજ કંપનીના અધિકારીઓ સાથે સંયુક્ત કામગીરી કરવા લાઈટ અને ફાયર કમીટીના અધ્યક્ષે સૂચન કર્યું છે.

સુરતમાં ઉનાળાની શરૂઆત સાથે જ આગના બનાવમાં પણ વધારો થઇ રહ્યો છે. હાલ માં આગ લાગી રહી છે તેની પાછળ શોર્ટ સર્કિટ નું કારણ જવાબદાર હોવાનું બહાર આવી રહ્યું છે. બિલ્ડિંગમાં વીજ જોડાણો અપાયા બાદ લોડનું ચેકિંગ નિયમીત થતુ નથી. બિલ્ડિંગના વીજ જોડાણમાં લોડ વધવાના કારણે શોર્ટ સર્કિટના બનાવ થઈ રહ્યા છે.

લાઈટ એન્ડ ફાયર કમિટીના અધ્યક્ષ કિશોર મિયાણી એ કમિશને એક પત્ર લખીને આવા બનાવો રોકવાની માગણી કરી છે. તેઓએ પત્રમાં જણાવ્યું છે કે સુરત મહાનગરપાલિકા હદ વિસ્તારમાં આવેલ વિવિધ ટેક્સટાઇલ માર્કેટ અને કોમર્શિયલ કોમ્પ્લેક્ષમાં અવાર નવાર લાગતી આગને કારણે ઘણુ બધુ નુકસાન અને જાનહાની થાય છે.

આવા આગના બનાવો નહીં બને તેની તકેદારીના ભાગ રૂપે ફાયર સેફ્ટી અને ઈલેક્ટ્રીકનો સર્વે કરી અને જરૂરી કાર્યવાહી કરવામાં આવે તો આવા અવારનવાર બનતી આગની ઘટનાઓમાં ઘટાડો થઈ આવે છે. આ પ્રકારના સર્વેમાં ડીજીવીસીએલ—અને ટોરન્ટ પાવર કંપનીના ઈલેકટ્રીક ઈન્સ્પેક્ટરને સાથે રાખીને તે સર્વે કરવામાં આવે તે જરૂરી છે

પાલિકા દ્વારા આવા સર્વે કરવામાં આવે તો આગના બનાવો ના બને તો વેપારી અને પ્રજાને નુકસાન થતું અટકી શકે છે. સુરત મહાનગરપાલિકાના ફાયર વિભાગને કામગીરી કરવામાં સરળ બની શકે તેમ છે અને સુરત મહાનગરપાલિકાને કામગીરીનું ભારણ ઓછુ થાય તેમ છે.



https://ift.tt/YU97sbw from Daxin gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/xRpkgyO

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ