Detail Gujarati - ગુજરાતી માહિતી અને સમાચાર: Elon Muskને ટેગ કરીને આનંદ મહિન્દ્રાએ શેર કર્યો બળદગાડાનો ફોટો, કહ્યું- આ છે અસલી ટેસ્લા ગાડી

Elon Muskને ટેગ કરીને આનંદ મહિન્દ્રાએ શેર કર્યો બળદગાડાનો ફોટો, કહ્યું- આ છે અસલી ટેસ્લા ગાડી


- એલન મસ્કની ટેસ્લા વિશ્વની સૌથી આધુનિક ઈલેક્ટ્રિક કાર નિર્માતા કંપનીઓ પૈકીની એક છે

નવી દિલ્હી, તા. 25 એપ્રિલ 2022, સોમવાર

દેશના પ્રખ્યાત ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રા દરેક મુદ્દે ખુલીને પોતાનો મત વ્યક્ત કરવા માટે પણ પ્રખ્યાત છે. તેઓ ઘણી વખત સોશિયલ મીડિયા પર વિભિન્ન મુદ્દે ટ્વિટ શેર કરતા હોય છે. તાજેતરમાં તેમણે પરિવહન માટેના પ્રાચીન સાધન બળદગાડા અંગે ટ્વિટ કરીને તેને અસલી ટેસ્લા ગણાવ્યું છે. આ સાથે જ તેમણે ટ્વિટમાં ટેસ્લાના સીઈઓ એલોન મસ્કને પણ ટેગ કર્યા હતા. 

મહિન્દ્રાએ પોતાની ટ્વિટમાં બળદગાડાના એક પેઈન્ટિંગને શેર કર્યું હતું જેમાં બળદની જોડી ગામડાંના કાચા રસ્તાઓ પર પૂરઝડપે એક બોગીને ખેંચી રહી છે જેના પર 2 વ્યક્તિ આરામથી ઉંઘ લઈ રહ્યા છે. પેઈન્ટિંગના નીચે કેપ્શનમાં લખ્યું હતું કે, 'આ અસલી ટેસ્લા છે. કોઈ ગૂગલ મેપની જરૂર નથી, કોઈ ઈંધણ ખરીદવાની જરૂર નથી અને સંપૂર્ણપણે સ્વચાલિત છે. ઘરેથી કામના સ્થળે જવા માટે તેમાં સેટિંગ ગોઠવો, આરામ કરતાં અને નિંદર માણતાં સરળતાપૂર્વક તમારી મંજિલ સુધી પહોંચી શકો છો.'

ઉલ્લેખનીય છે કે, એલન મસ્કની ટેસ્લા વિશ્વની સૌથી આધુનિક ઈલેક્ટ્રિક કાર નિર્માતા કંપનીઓ પૈકીની એક છે. ટેસ્લાની ગાડીઓમાં સેલ્ફ ડ્રાઈવ મોડ પણ હોય છે જેની મદદથી ઉપયોગકર્તા કારની કોમ્પ્યુટર સિસ્ટમમાં પોતાનું ડેસ્ટિનેશન સેટ કરીને ત્યાં સરળતાથી પહોંચી શકે છે. 



https://ift.tt/AIqtUfZ from Business News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/a9VfRoW

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ