વિશ્વ હાઈપરટેંશન દિવસ: યુવાવર્ગમાં હાઇપર ટેંશનના કેસોમાં 30 થી 40 નો થયો વધારો


- નાની વયમાં એટેક, કિડની અને આખો પર અસર

 સુરત,તા.17 મે 2022,મંગળવાર

આજના ટેકનોલોજી અને ઝડપી યુગમાં લોકોની જિંદગી પણ ઝડપી બની છે. જેના કારણે લોકોમા હવે બીમારીનું પ્રમાણ પણ વધ્યું છે. ખાસ કરીને હવે લોકો હાઈપરટેંશનનો ભોગ બની રહ્યા છે. તેમાં પણ છેલ્લા 5 વર્ષમાં યુવાવર્ગમાં હાઇપરટેંશનના કેસોમાં 30 થી 40 ટકા જેટલો વધારો થયો છે. જેના કારણે યુવાનોમાં હાર્ટ એટેક, આંખની બીમારી અને કિડનીની બીમારી પણ વધવા પામી છે.

17મી મે એટલે વિશ્વ હાઈપરટેન્શન દિવસ. બદલાતી જતી જીવનશૈલી અને ટેકનોલોજીના યુગમાં આજે લોકો દિન-પ્રતિદિન હાઇપર ટેન્શનનો શિકાર બની રહ્યા છે. જેના કારણે અન્ય બિમારીઓનો પણ લોકોએ સામનો કરવો પડી રહ્યો છે. સિવિલ હોસ્પિટલમાં પ્રતિદિન 8 થી 10 કેસો માત્ર હાઇપર ટેન્શનના આવી રહ્યા છે. આ અંગે સિવિલના મેડિસન યુનિટના ડો.મહેશ સોલું એ કહ્યું કે"હાઇપરટેંશન માં બે પ્રકારના આવે છે. એક એસેન્સિયલ હાયપરટેંશન હોય અને બીજુ આઇસોલેટેડ સિસ્ટલિક હાઇપરટેંશન હોય છે. બીજા પ્રકારનું હાયપરટેંશન 50 વર્ષથી ઉપરના લોકોમાં જોવા મળે છે. અને તે એક નેચરલ પ્રોસેસ છે. જ્યારે એસેન્સિયલ હાયપરટેંશન યુવાવર્ગમાં વધુ જોવા મળે છે. નાની ઉંમરના લોકોમાં હવે બ્લડ પ્રેશરનું પ્રમાણ વધ્યું છે. તણાવનું પ્રમાણ વધ્યું છે, ઝંક ફૂડનું પ્રમાણ વધ્યું છે. તેઓની રીતભાત બદલાઈ છે. સયુંકત કુટુંબમાં નથી રહેતા લોકો આ તમામ કારણો છે. 20 થી 35 વર્ષની વયના લોકો બ્લડપ્રેશરનો શિકાર બને છે. ઘણીવાર ફેમિલી હિસ્ટ્રી પણ હોય છે. અમારી ઓપીડીમાં પ્રતિદિન 8 થી 10 કેસો આવે છે. પહેલાના લોકો પ્રેશર હેન્ડલ કરી શકતા હતા. પરંતુ હવેના લોકોએ હેન્ડલ નથી કરી શકતા નથી. પહેલાના લોકો જાતે જ તણાવમાંથી બહાર આવતા હતા. જ્યારે અત્યારના લોકો તણાવ સહન નથી કરી શકતા. પહેલા પરિવારમાં સાથે રહેતા તો તણાવ દૂર થતો અત્યારે તે શક્ય નથી.

આ હાઇપરટેંશનથી બચવા લોકોએ પોતાની જીવનશેલી સુધારવાની જરૂર છે. જેમાં સ્મોકિંગ, દારૂ અને અન્ય ખરાબ લતો છોડવી પડે. ખોરાક સુધારવો જોઈએ. પરિવારનો સ્પોર્ટ જરૂરી છે. એજ્યુકેશનનું પ્રમાણ વધારવું જોઈએ. માત્ર ભણતર નહીં ઘડતર જરૂરી છે. કારણકે લોકો આજે માત્ર ચોપડીયું જ્ઞાન ધરાવે છે. પ્રેક્ટિકલી જ્ઞાન નથી. સ્કૂલોમાં જે હેલ્થ ચેકઅપ કેમ્પ કરવામાં આવવા છે. તે રેગ્યુલર થવું જોઈએ. જેનાથી નાની ઉંમરમાં જ ખબર પડી જાય. આગળ તેનું નિદાન થઈ શકે છે.

હાઇપરટેંશનથી યુવાવર્ગમાં બીમારીનું પ્રમાણ વધ્યું છે. જેમાં આજે 25 થી 30 વર્ષના યુવાનોને હાર્ટ એટેક આવે છે. ક્યારેક સ્ટ્રોકના કારણે લકવો, હેમરેજ થઈ જાય છે. આંખની બીમારી થાય છે. ઘણીવાર હાઇપરટેંશનથી કિડની પર પણ અસર થાય છે. ઘણીવાર લોકોના મૃત્યુ પણ થાય છે. જે પ્રમાણ હાલ વધ્યું છે.   



https://ift.tt/xHrCKYk from Daxin gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/XA3W9pe

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ