તાપી નદીના જહાંગીરપુરા ડભોલી બ્રિજને 1.48 રૂપિયાના ખર્ચે એન્ટીકાર્બોનેશન પેઈન્ટ કરવામાં આવશે


- 2015થી ઈપીસી પધ્ધતિથી ટેન્ડર બહાર પાડવામાં આવે છે તેમાં એન્ટી કાર્બોનેશન પેઈન્ટ ની કામગીરી સામેલ કરવામાં આવી છે

સુરત,તા. 17 મે 2022,મંગળવાર

સુરતમાંથી પસાર થતી તાપી નદી પર 2011માં ડભોલી જહાંગીરપુરા વચ્ચે બ્રિજ બનાવવામાં આવ્યો હતો તે બ્રિજ કલર કામ હાલ 1.48 કરોડના ખર્ચે કરવા માટે કવાયત હાથ ધરી છે. એન્ટીકાર્બોનેશન પેઈન્ટ માટે પહેલાં એક વાર ટેન્ડર બહાર પડ્યા હતા પરંતુ નિર્ણય થયો ન હતો. બીજી વખત ટેન્ડર બહાર પડ્યા છે તેમાં પણ અંદાજ કરતાં 3.99 ટકા નીચું ટેન્ડર આવ્યું છે આ દરખાસ્ત પર આગામી સ્થાયી સમિતિમાં નિર્ણય કરવામાં આવશે.

ડભોલી- જહાંગીરપુરા બ્રીજ પર આવી કોઈ પણ પ્રકારની કલરની કામગીરી કરવામાં આવેલ ન હતી. હાલમાં વાતાવરણમાં કાર્બન નું પ્રમાણ હોવાના કારણે કાર્બન કોક્રીટ માં ઘૂસી જઈ સળીયા સુધી પહોંચે છે. જેને કારણે સળિયામાં કાટની શરૂઆત થાય છે. જે આર.સી.સી. સ્ટ્રકચર નુકશાનકર્તા થઈ શકે છે. . જે ધ્યાને લઈ, બ્રીજ જેવા અગત્યના સ્ટ્રક્ચરમાં ક્રોકીટને આ પ્રકારનું થતું નુકસાન અટકાવવા સારૂ બ્રીજ સેલ હસ્તકના ડભોલીથી જહાંગીરપુરાને જોડતો તાપી નદી પરના બ્રીજને એન્ટી કાર્બોનેશન પેઈન્ટ કરવા માટે ટેન્ડર બહાર પાડ્યા હતા. આ બ્રિજના કાર્બોનેશન પેઈન્ટ માટે 1.51 કરોડના અંદાજ સાથે ટેન્ડર બહાર પાડ્યા હતા તેની સામે ચાર એજન્સીએ ઓફર કરી હતી. સૌથી ઓછા ભાવની ઓફર બી.એસ. સી. પ્રોજેક્ટ પ્રા.લિ. નોઈડાએ અંદાજ કરતાં 3.99 ટકા નીચા ભાવનુ એટલે 1.48 કરોડના ખર્ચે કામ કરવા માટે ઓફર કરી છે તેના પર સ્થાયી સમિતિમાં નિર્ણય કરાશે.



https://ift.tt/PiWtn19 from Daxin gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/keG2a8J

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ