સુરતમાં ઇલેક્ટ્રિક વાહનોમાં વધારો થતાં પાલિકા 50 જાહેર જગ્યાએ ઇલેક્ટ્રિક વ્હીકલ ચાર્જીંગ સ્ટેશન બનાવશે


- સુરતમાં 25 જગ્યાએ ફાસ્ટ ચાર્જિંગ અને 25 જગ્યાએ સ્લો ચાર્જીંગ સ્ટેશન બનાવવામાં આવશે : 10 વર્ષ સુધી ઓપરેશન અને મેઈન્ટેનન્સ કોન્ટ્રાકટ 13.59 કરોડના ખર્ચે અપાશે

સુરત,તા. 17 મે 2022,મંગળવાર

સુરત સહિત સમગ્ર દેશમાં પેટ્રોલ- ડીઝલ અને ગેસના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે તેની સાથે જ સુરત મ્યુનિ.એ ઈલેક્ટ્રી વાહન માટે પ્રોત્સાહક પોલિસી જાહેર કરી છે તેના કારણે સુરતમાં ઈ વ્હીકલ સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. સુરતમાં ઈ વ્હીકલ વધી રહ્યાં છે પરંતુ ચાર્જીંગ સ્ટેશન ન હોવાથી સુરત મ્યુનિ. તંત્ર શહેરના જુદા જુદા જગ્યાએ 50 નવા ઈ વ્હીકલ ચાર્જીંગ સ્ટેશન બનાવવા માટે આયોજન કરી રહી છે. સુરતમાં પહેલા તબક્કામાં 50 ઈ વ્હીકલ ચાર્જીંગ સ્ટેશન બનાવવા માટેના ટેન્ડર પર સ્થાયી સમિતિમાં નિર્ણય કરાશે. શહેરમાં પ્રદૂષણ મુક્ત પરિવહન સુવિધા પ્રોત્સાહિત કરવાના ભાગરૂપે શહેરમાં જુદા જુદા સ્થળો ખાતે કુલ ૫૦ નંગ ઇલેક્ટ્રિક વ્હીકલ પબ્લીક ચાર્જીંગ સ્ટેશન સ્થાપિત કરવાની કામગીરી સારું ડિપાર્ટમેન્ટ ઓફ હેવી ઇન્ડસ્ટ્રીઝ ભારત સરકાર તરફથી આપવામાં આવેલ સમય મર્યાદા ને ધ્યાને લઇ કામગીરીના નેટ અંદાજે રૂ।. ૩૨.૨૫ કરોડ અને ગ્રોસ અંદાજ રૂ।. ૩૪.૫૫ કરોડ સામાન્ય સભાનામાં મંજુર કરવામાં આવ્યા હતા.

આ ચાર્જીંગ સ્ટેશન બનાવીને તેને 10 વર્ષ સુધી ઓપરેશન એન્ડ મેન્ટેનન્સના કામગીરીના ટેન્ડર બહાર પડ્યા હતા. લોએસ્ટ એજન્સી દ્વારા 13.59કરોડની ઓફર કરી છે. તે દરખાસ્ત પર સ્થાયી સમિતિમાં નિર્ણય કરવામાં આવશે.



https://ift.tt/ae6Axc4 from Daxin gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/yVZpLxm

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ