સુરત: કાગળ પર નક્કર વિરોધ નહી પણ આમ આદમી પાર્ટીના હોબાળા કરવાની નીતિથી પાલિકામાં પોલીસ બંદોબસ્તની સંખ્યામાં વધારો


- શિક્ષણ સમિતિની ચુંટણીમા ક્રોસ વોટીંગ બાદ તોડફોડ અને ગાળા ગાળી થઈ હતી ત્યાર બાદ દરેક બેઠક પોલીસ બંદોબસ્ત વચ્ચે જ કરવી પડી રહી છે

સુરત,તા. 17 મે 2022,મંગળવાર

સુરત મહાનગરપાલિકાના વિરોધ પક્ષ આમ આદમી પાર્ટી કાગળ પર નક્કર વિરોધ કરવાના બદલે હોબાળો- હંગામો કરીને વિરોધ કરતી હોય સુરત પાલિકાની કચેરીમાં પોલીસ બંદોબસ્તની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની ચુંટણીમાં આપ દ્વારા ક્રોસ વોટીંગ કરાતા તેમનો એક ઉમેદવાર હારી ગયો હતો ત્યાર બાદ થયેલા તોફાન અને ગાળાગાળીના કારણે પોલીસ બોલાવવી પડી હતી. ત્યાર બાદ દરેક વખતે આવા હોબાળા થતાં પોલીસ બંદોબસ્ત સતત માગવો પડી રહ્યો છે.

સુરત મહાનગરપાલિકાની ચુંટણીમાં કોંગ્રેસ ઝીરો થઈ અને પાસના સપોર્ટના કારણે આમ આદમી પાર્ટીની એખ સાથે 27 બેઠક આવતાં આપ વિપક્ષમાં બેઠી હતી. જોકે, આરે વિરોધની રાજનીતિ સોશ્યલ મિડિયામાં કરવા ઉપરાંત વિરોધ કરવામાં તોફાન, હોબાળો જ કર્યો છે. અત્યાર સુધી અનેક કિસ્સા એવા છે જેની સામે વિરોધ પક્ષ કોર્ટમાં જઈ શકતો હતો. પરંતુ માત્ર દેખાડાનો વિરોધ કરતા વિરોધ પક્ષે આવા નક્કર વિરોધના બદલે પબ્લીસીટી મળે તેવો વિરોધ કરવાનું ચાલુ રાખ્યું છે. જેના કારણે સુરત મહાનગરપલાલિકાની મુખ્ય કચેરીમા અનેક વખત પોલીસ બંદોબસ્ત જોવા મળે છે. 

સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્યોની ચૂંટણીમાં ક્રોસ મતદાન બાદ થયેલા હોબાળા પછી પાલિકા કેમ્પસમાં પોલીસ બંદોબસ્ત સામાન્ય બાબત બની ગઇ હતી. માસિક સામાન્યસભામાં કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે ઉક્ત ઘટના બાદ કેટલાંય મહિનાઓ સુધી પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો. જે અગાઉ મનપામાં ક્યારેય બન્યું ન હતું. સત્તાવાર રીતે પાલિકાના રેકોર્ડ મુજબ, છેલ્લાં ત્રણ વર્ષમાં મુઘલસરાઇ સ્થિત મનપાની કચેરીમાં 14 વખત પોલીસને બંદોબસ્ત માટે બોલાવવામાં આવી છે

પાલિકની ગત સામાન્ય સભા બાદ વિપક્ષ આપ દ્વારા સભાગૃહમાં જ ધરણાં પર બેસી રાતવાસો સભાગૃહમાં જ કર્યા બાદ બીજે દિવસે બપોરે સિક્યુરિટી અને પોલીસની મદદથી વિપક્ષી સભ્યોને ગૃહ/મનપા કેમ્પસની બહાર કાઢવામાં આવ્યા હતા. પાલિકાની આગામી સામાન્ય સભામાં પણ વિપક્ષના ભયથી વહિવટી તંત્ર દ્વારા પોલીસ બંદોબસ્ત તૈનાત કરવામાં આવે તેવી પૂરેપૂરી શક્યતા છે. પાલિકાના રેકોર્ડ મુજબ, મનપાની વિવિધ કચેરીઓ પૈકી મુઘલસરાઇ સ્થિત મુખ્ય કચેરીમાં જ છેલ્લાં ત્રણ વર્ષમાં 14 વખત બંદોબસ્ત હેતુ પોલીસ તૈનાત કરવામાં આવી છે. મનપા કચેરીમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઇ રહે તે માટે સક્ષમ સત્તાધિશની મંજૂરીથી પોલીસને મનપા પરિસરમાં બંદોબસ્ત માટે બોલાવવામાં આવે છે.



https://ift.tt/4l8kryz from Daxin gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/chpBkU0

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ